<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

દ્વારકાના યુવાનને અપમાનિત કરી, હુમલો કરતા ચાર શખ્‍સો સામે ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૮: દ્વારકા તાબેના વસઈ ગામના વાડી વિસ્‍તારમાં રહેતા હમીરભાઈ બજલભાઈ ચાનપા નામના ૨૫ વર્ષના અનુસૂચિત જાતિના યુવાન અન્‍ય વ્‍યક્‍તિ સાથે વરવાળા ખાતે તેમના મિત્રના ગેરેજે બેઠા હતા. ત્‍યારે ઓટો રિક્ષામાં આવેલા શિવરાજપુર ખાતે રહેતા આરોપી કિશનભા કારાભા ચમડીયા, કરણભા કારાભા ચમડીયા તેમજ અન્‍ય બે અજાણ્‍યા શખ્‍સોએ કોઈ બાબતે બોલાચાલી કરીને બિભત્‍સ ગાળો કાઢી, લાતો વડે માર મારીને ફ્રેક્‍ચર સહિતની ઇજાઓ કર્યાની તેમજ જ્ઞાતિ પ્રતિ અપમાનિત કરી જો તે પોલીસ કેસ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે બે અજાણ્‍યા સહિત તમામ ચાર શખ્‍સો સામે ગુનો નોંધી, તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

હર્ષદપુર વિસ્‍તારમાં રહેતા મહેશભાઈ રાણાભાઈ રાઠોડે પત્‍ની રેખાબેનને તેમના લગ્ન જીવન દરમિયાન શારીરિક તેમજ માનસિક દુઃખ-ત્રાસ આપી અને નાની-નાની વાતે ઝઘડો કરી, માર માર્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે  પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(11:55 AM IST)