News of Friday, 18th October 2024
ખંભાળીયામાં વેપારી પાસેથી રોકડ ભરેલા થેલાની ચીલઝડપ
અગ્રણી વેપારી અશોકભાઇ ગોકાણી દુકાન બંધ કરીને ઘરે જતા હતા ત્યારે ર શખ્સોનું કારસ્તાન

તસ્વીરમાં આ ઘટના બાદ પોલીસ કાફલો દોડી ગયો હતો. તે નજરે પડે છે.(તસ્વીરઃ કોૈશલ સવજાણી- ખંભાળીયા)
(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૮: દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં વેપારી અગ્રણી અશોકભાઇ ગોકાણી પાસેથી રોકડ ભરેલ થેલો ઝુંટવીને ર શખ્સો નાશી છુટતા સનસનાટી મચી ગઇ છે. આ અંગે વેપારી દ્વારા રૂા.૭૩,૬૦૦ની લુંટ થયાની ફરીયાદ કરી હતી. જો કે થેલામાં લાખો રૂપિયા હોવાની પણ બિનસતાવાર માહીતી મળી હતી.
પ્રાપ્ત માહીતી મુજબ ખંભાળિયા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી એસ એન ડી ટી સોસાયટીમાં રહેતા જોધપુર ગેટના અગ્રણી વેપારી અશોકભાઈ ગોકાણી તેમની દુકાન બંધ કરી અને વેપારના પૈસાનો થેલો લઈ મોટરસાયકલ પર ઘરે આવતા હતા ત્યારે ઘરની નજીક માત્ર ૨૦ ફૂટ દૂર હતા ત્યારે બે વ્યક્તિઓએ તેમને મોટરસાયકલ પરથી પાડી દઈ અને થેલો ઝૂંટવી અને પલાયન થઈ જતા ભારે ચકચાર જાગી છે.
પોલીસ સ્ટેશનની નજીકની આ સોસાયટીમાં આ બે વ્યક્તિઓ વોચ ગોઠવીને રહેલા કે કેમ તે બાબત તપાસ પોલીસે હાથ ધરી છે તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા એલસી એસઓજી અને ખંભાળિયા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે તથા બે શખ્સો થેલો લઈને ભાગ્યા તેમનું પગેરું મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ અને નાકાબંધી કરાઈ છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
