<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

ગોંડલના વેજાગામમાં ૨ કલાકમાં ૬ ઇંચ વરસાદથી ખેતરો ધોવાયા

ગામમાં જળબંબાકારની સ્‍થિતિ સર્જાઇ : પાકને નુકસાન : મોબાઇલ ટાવર ઉપર વિજળી પડી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૮ : ગોંડલથી પંદર કી.મી.દુર આવેલું બે હજારની વસ્‍તી ધરાવતા વેજાગામમાં બે કલાક માં છ ઇંચ વરસાદ ખાબકતા ગામની સ્‍થિતિ જળબંબાકાર બની હતી. ભારે વરસાદને પગલે ગામની નદીમાં ઘોડાપુર આવ્‍યુ હતુ.વેજાગામનાં સરપંચ જીતુભાઇ ભાલાળાનાં જણાવ્‍યા મુજબ ગત રાતે માત્ર બે કલાકમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાયા હતા. ગામની હાલત જળબંબાકાર બની હતી. વરસાદને કારણે મગફળીનાં પાથરા તણાયા હતા. અને ખેતરોનું ધોવાણ થયુ હતુ.ગામમાં આવેલા એરટેલનાં ટાવર પર વિજળી પડી હતી. કપાસ સહિતનાં પાકને વરસાદને કારણે પારાવાર નુકસાન થયુ છે. સરપંચ દ્વારા નુકસાની અંગે સહાયની માંગ કરાઇ છે.

(12:15 PM IST)