News of Friday, 18th October 2024
વિરનગર પાસે પીજીવીસીએલનું ટીસી તળાવમાં ફેંકી તસ્કરો છ
ટીસીમાંથી કોપરવાયર- ઓઇલ કાઢી ફેંકી દીધુ

તસ્વીરમાં પીજીવીસીએલનું ટીસી નજરે પડે છે. (તસ્વીરઃ કરશન બામટા, આટકોટ)
આટકોટ તા.૧૮: વિરનગર પાસે પીજીવીસીએલનું ટીસી તસ્કરો તળાવમાં ફેંકી નાસી જતા પોલીસે તપાસ હાથધરી છે.આટકોટ પીજીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધવલકુમાર ધીરજલાલ પરમાર આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, વીરનગરમાં હાઇવે પાસે આવેલા ટીસી ન જોવા મળતા વિરનગરના સરપંચ નટુભાઈ સોલંકી પીજીવીસીએલના જુનિયર ઈજનેર ડી એમ ગહેલોત જાણ કરી હતી ત્યારે તાત્કાલિક ઘટના પીજીવીસીએલ ની ટીમ ધટના સ્થળે અમે દોડી ગયા હતા અને થાંભલા પર જોતા વિજ ટ્રાન્સફર જોવા આવેલ નહીં ત્યાં આજુબાજુમાં તપાસ કરતા બાજુમાં આવેલા તળાવમાં જોતાં બોડી જોવા મળી હતી. પાણીમાંથી બહાર કાઢી ટ્રાન્સફરની પાણીમાંથી બહાર કાઢી તેમાં જોતા કોપરના વાયર ની કોયલ તથા ટીસીનું ઓઇલ જોવા આવેલ નહીં ત્યાં સ્થળનું રોજ કામ કરી રિપોર્ટ કરેલ ત્યાં શિવાનંદ જે જી વાય પોલ નંબર ૧૦૭ નું ટીસીમાંથી કોપરની ચોરી થયેલ હોય ટીસીમાંથી કોપર વાયરના કોપર વાયરના ૧૫૦૦૦ તેમજ ઓઈલની કિંમત ૫૦૦૦ એમ કુલ ૨૦,૦૦૦નું કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. આટકોટ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
