<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

ગોંડલ યાર્ડમાં ૬૦ હજારથી વધુ ગુણી મગફળીની આવક : મણના રૂા. ૯૦૦ થી ર૩૦૦ નો ભાવ બોલાયો

ગોંડલ : ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની પુષ્‍કળ આવક થઇ છે.  ૬૦,૦૦૦ થી વધુ ગુણી ની આવક થઈ હતી અને બિંદુ મગફળીની ૧૫૦૦ ગુણી ની આવક થઈ છે.  ખેડૂતોને ૯૦૦ થી ૧૩૦૦ સુધીના ભાવ મળ્‍યા હતા. જયારે બિંદુ મગફળીના ૨૩૦૦ સુધીના ભાવ મળ્‍યા  હતા. સૌરાષ્ટ ના દરેક જિલ્લાના ખેડૂતો પોતાના મગફળી લઈને ગોંડલ આવતા હોય છે . હાલ આવક બંધ કરવામાં આવી છે જે રવિવાર થી ફરી રાબેતામુજબ શરૂ કરવામાં આવશે. વરસાદ ની આગાહી હોય ખેડૂતોએ પોતાનો માલ ઢાંકી ને લાવવા  યાર્ડ ના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયાએ અપીલ કરી છે. (તસ્‍વીર : અહેવાલ : ભાવેશ ભોજાણી- ગોંડલ)

(1:12 PM IST)