<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

વિસાવદર-ભેસાણ-જૂનાગઢ વિસ્‍તારના ખેડૂતો અતિભારે વરસાદથી પાયમાલ થઇ ગયાઃ હર્ષદ રીબડીયા

અતિવૃષ્‍ટિગ્રસ્‍ત જાહેર કરી પાક નુકશાનીનું વળતર ચુકવવા મુખ્‍યમંત્રી સમક્ષ રજુઆત

(વિનુ જોષી-યાસીન બ્‍લોચ દ્વારા) જૂનાગઢ-વિસાવદર,તા. ૧૮: વિસાવદર-ભેસાણ-જૂનાગઢ વિસ્‍તારમા પાક નુકશાનીનુ વળતર ચુકવવા પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી માગણી કરી છે. પત્રમાં જણાવવામાં આવ્‍યું કે વિસાવદર, ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્‍યમાં પાછોતરા અતિભારે વરસાદને કારણે ખેડૂતોના તૈયાર માલપાકને ભારે મોટું નુકસાન થયેલ છે, વિસાવદર પંથકમાં ૧૦૦ ઈચથી વધારે વરસાદ પડેલ છે ત્‍યારે વિસાવદર, ભેસાણ તથા જુનાગઢ ગ્રામ્‍ય સહિત આ ત્રણેય તાલુકામાં પાછોતરા ભારે વરસાદથી તૈયાર મગફ્‌ળીના પાથરા તણાયા તેમજ સડી ગયા છે તથા ઉભી મગફ્‌ળીમાં પણ સતત વરસાદથી સડો બેસી ગયેલ છે અને સોયાબીન કઠોળ સહિતના પાકોમાં પણ સતત વરસાદથી ખૂબ મોટી નુકસાની છે.

તેમજ કપાસમાં પાછોત્રા અતિ વરસાદથી જીંડવા ખરી ગયેલ છે અને તેમાં પણ ભારે મોટી નુકસાની છે આમ અતિવળષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જેથી ખાસ રાહત પેકેજ જાહેર કરવા રીબડીયાએ માંગણી કરી છે.

(1:27 PM IST)