<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

આદિત્‍યાણા પાસે ભીમા દુલા ઓડેદરાની વાડીમાંથી ઘાતક હથિયારોનો જથ્‍થો અને લાખોની રોકડ મળી

પોરબંદર એસ.પી. ભગીરથસિંહ જાડેજા પોલીસ સ્‍ટાફ સાથે મારામારીની ફરીયાદ સંબંધે ભીમા દુલાની વાત એ તપાસમાં ગઈ હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૮ : આદિત્‍યાણા પાસે મેર સમાજના અગ્રણી ભીમા દુલા ઓડેદરાની વાતમાંથી પોલીસને આજે સવારે પ્રાણઘાતક હથિયારોનો જથ્‍થો તથા લાખોની રોકડ મળી આવી હતી.

વીસેક દિવસ પહેલા આદિત્‍યાણાના બોરીચા ગામે એક યુવાનને માર માર્યાના બનાવ સંબંધે પોરબંદર એસ.પી. ભગીરથસિંહ જાડેજા પોલીસ કાફલા સાથે ભીમા દુલા ઓડેદરાની વાડીએ તપાસ માટે ગયેલ ત્‍યારે ભીમા દુલાની વાતમાંથી ઘાતક હથિયારોનો જથ્‍થો તથા લાખોની રોકડ મળી આવી હતી. પોલીસ દ્વારા હજુ ભીમા દુલાની પૂછપરછ ચાલી રહી છે.

(1:29 PM IST)