News of Friday, 18th October 2024
મોરબી એ ડિવીઝન પોલીસે ૧૧ શખ્સો સામે જાહેરનામા ભંગના કાર્યવાહી કરી
તાલુકા પોલીસ દ્વારા ત્રણ સ્પા સંચાલક સહિત ૬ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૫ : મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગ હોય દરમિયાન અલગ અલગ ૧૧ વિસ્તારમાં જાહેરનામાં અંગે રાજ્ય બહારના ભાડુઆતની માહિતી મકાન માલિકે પોલીસને નહિ આપતા જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બહારના રાજયના શ્રમિકોને ભાડુંઆત તરીકે રાખેલ હોય જે માહિતી સંબંધિત પોલીસ સ્ટેશને નહિ આપનાર ૧૧ શખ્સો સામે જાહેરનામાં ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે જેમાં મોરબીના શકતશનાળા લાયન્સનગર જીના પાસે ઓરડી ભાડે આપનાર માધવભાઈ જીવણભાઈ ઝીલરિયા,લાતી પ્લોટમાં બેલ કારખાનામાં મજુર રાખેલ હોય જેની ઓળખના આપનાર રાકેશભાઈ જયંતીભાઈ કરથીયા, પોતાના ગારમેન્ટના કારખાનામાં રાખેલ શ્રમિકોની ઓળખના આપનાર જયભાઈ નગીનભાઈ કવાડિયા,લાતી પ્લોટ મેઈન રોડ પર સમાં હોટલમાં રાખેલ શ્રમિકોની નોંધણી ના કરાવતા યુનુશભાઈ અબ્દુલભાઈ ભટ્ટી, જુના બસ સ્ટેન્ડ પાછળ રાજ હોટલમાં પણ શ્રમિકોને કામે રાખી નોંધણી ના કરવાતા લુકમાનઅલી સુભાનઅલી શેખ, જુના બસ સ્ટેન્ડ પાછળ તકદીર હોટલમાં પણ રાખેલ શ્રમિકોની નોધણી ના કરવાતા ઈરફાનભાઈ કિતાબઅલી શેખ, શનાળા બાયપાસ પાસે હોટલમાં રાખેલ શ્રમિકોની નોંધણીના કરવતા રાજેશભાઈ અમરશીભાઈ ભોરણીયા, ભક્તિનગર સર્કલ પાસે પટેલ હેવમોર પાઉભાજીમાં રાખેલ શ્રમિકોની નોધણીના કરાવતા ધનશ્યામભાઈ કરશનભાઈ બાવરવા, ભક્તિનગર સર્કલ પાસે એક્શન ચાઇનીઝ એન્ડ પંજાબી હોટલમાં રાખેલ શ્રમિકોની નોંધણીના કરવતા પ્રકાશભાઈ સોહનલાલ મોદી,ભક્તીનગર સર્કલ નજીક પાસે ન્યુ વિરાટ હોટલમાં રાખેલ શ્રમિકોની નોંધણીના કરાવતા કલ્પેશભાઈ કેશવજીભાઈ ઘોડાસરા અને ભક્તિનગર સર્કલ નજીક મઢુલી હોટલમાં પણ રાખેલ શ્રમિકોની નોંધણીના કરવાતા ધર્મેશભાઈ મગનભાઈ ભોરણીયા સામે જાહેરનામાં ભંગ બદલ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમજ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પ્રથમ પીપળી રોડ પર બેલા ગામની સીમમાં આવેલ ઓમ કોમ્પ્લેશમાં નેક્ષા સ્પા મસાજ પાર્લરમાં પરપ્રાંતીય માણસને પોતાની મિલકત ભાડે આપી પોતાની જગ્યામાં તેને રાખેલ તે અંગેની માહિતી morbi assured એપ્સમાં અપલોડ ના કરતા પોલીસે કાર્યવાહી કરી છે તો શાપર ગામની સીમમાં ઈન્ડીકા સિરામિકના સામે આવેલ ન્યુ બુધ્દ્ધા સ્પા મસાજ પાર્લરમાં મહિલા વર્કરની માહિતી પોલીસ મથકમાં નહી આપી અને morbi assured એપ્સમાં અપલોડના કરતા કાર્યવાહી કરવામાં આવી છે અન. મોરબીના લાલપર ગામ પાસે આવેલ આદ્યશક્તિ ચેમ્બર ૨ માં આવેલ લોર્ડ બુધ્ધા સ્પા મસાજ પાર્લરની પોતાની મિલકત એકતાબેન વિનોદભાઈ પ્રજાપતિએ ભાડે આપી જેની માહિતી morbi assured એપ્સમાં નહિ કરવાતા જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
તેમજ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન એલેક્ષ સિરામિક કારખાનામાં કોન્ટ્રકર કાળુંભાઈ ઉર્ફે ભોજાભાઈ સવાભાઇ રાઠોડ એ સિરામિકમાં લેબર કવાર્ટરમાં ૧૦ જેટલા પર-ાંતીય મજુરોને રાખી તેની માહિતી સંબધિત પોલીસ સ્ટેશનમાં નહિ આપી તેમજ એપ્લીકેશનમાં પણ અપલોડના કરતા જાહેરનામાં ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે.મોરબીના લીલાપર ચોકડી પાસે હરીઓમ કાંટાની સામે ભંગારના ડેલામાં પરપ્રાંતીય પુરુષ અને મહિલાને કામે રાખી તેના સંચાલક દીક્ષિતભાઈ દામજીભાઈ બાવરવા એ તે માહિતી પોલીસમાં નહિ આપી તેમજ એપ્લીકેશનમાં પણ અપલોડના કરતા કાર્યવાહી કરવામાં આવી છે તેમજ લાલપર ગામની સીમમાં ઓરસનજોન રાખેલ ફ્લેટમાં ભાડુંઆત ની જાણ પોલીસ સ્ટેશન નહિ કરતા ભાઈલાલભાઈ લખમણભાઈ વરમોરા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
