<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સ્‍વામિનારાયણ વિદ્યામંદિર ગોંડલ ખાતે વાર્ષિકોત્‍સવની ઉજવણી

રાજકોટ : બીએપીએસ સ્‍વામિનારાયણ વિદ્યામંદિર ગોંડલનો વાર્ષિકોત્‍સવ પ્રકટ બ્રહ્મસ્‍વરૂપ ગુરૂહરી મહંતસ્‍વામી મહારાજના સાનીધ્‍યમાં ધામધુમથી ઉજવાયો હતો. સવારે વિદ્યાર્થીઓ દ્વારા કિર્તન ભક્‍તિની પ્રસ્‍તુતી કરાઇ હતી. સાંજે મુખ્‍ય સમારંભમાં શબ્‍દ અને સંગીતના તાલે નૃત્‍ય તેમજ સંવાદો રજુ થયેલ. શિક્ષણમાં સર્વોત્તમ પરિણામ મેળવનાર તેજસ્‍વી તારલાઓ પર પૂ. મહંતસ્‍વામી મહારાજે કૃપાશિષ વરસાવ્‍યા હતા. આ વિદ્યામંદિરમાં અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને માધ્‍યમના ધો. ૬ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. તેમજ ગોંડલ શહેરના વિદ્યાર્થીઓ માટે પણ અક્ષર મંદિર સામે એક સ્‍કુલ કાર્યરત છે. કોર્પોરેશન બેંકની બાજુમાં પૂ. મહંતસ્‍વામીની પ્રેરણાથી એક સ્‍કુલ કાર્યરત છે. જેમાં ૨૦૦૦ કન્‍યાઓ સંસ્‍કાર સાથે શિક્ષણના પાઠ ભણી રહી છે. આમ ત્રણેય સંકુલના મળીને ૬૫૦૦ વિદ્યાર્થી ભાઇ બહેનો શ્રેષ્‍ઠ શિક્ષણ મેળવી રહ્યા છે.

(2:30 PM IST)