News of Friday, 18th October 2024
જસદણના ખડવાવડી સ્કૂલની પીએમ સ્કૂલ યોજનામાં પસંદગીઃ કલેકટર સ્થળ ઉપર દોડી ગયાઃ જીલ્લામાં કૂલ ૧૮ સ્કૂલ
પ્રોડેશન-ભૌતિક સુવિધા-વિકાસના કામો સહિતની બાબતોનું નિરીક્ષણઃ ઘેલા સોમનાથમાં નવી બેઠકમાં પણ અનેક નિર્ણયો...

રાજકોટ તા. ૧૮: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણનો સર્વાંગી વિકાસ સંદર્ભે પી.એમ. સ્કૂલ યોજના અમલમાં મૂકી છે.
ગુજરાત સરકારે રાજકોટ જીલ્લાની કૂલ ૧૮ સ્કૂલોની પસંદગી કરી છે, જયાં તમામ પાસાની સુવિધા, ગ્રેડેશન વધારવું, તમામ ભૌતિક સુવિધા, સ્કૂલોમાં વિકાસના કામો, નવી શિક્ષણ નીતિની અમલવારી બધું આવરી લેવાશે.
કલેકટર આજે જસદણના ખડવાવડી ગામે પસંદ થયેલ પ્રાથમિક શાળાના નિરિક્ષણ અર્થે દોડી ગયા હતા, અને તમામ બાબતોનું નિરિક્ષણ કરી પ થી ૭ દિવસમાં તમામ કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.
ત્યારબાદ કલેકટર દ્વારા ઘેલા સોમનાથ ખાતે વિઝીટ લઇ, નવી અમલમાં આવેલ કમિટી સાથે ૧લી બેઠક યોજી હતી અને જરૂરી તમામ મહત્વના નિર્ણયો લીધા હતા.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
