<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

પોરબંદરના ભીમા દુલાભાઈ ઓડેદરાના કહેવાથી જયમલ ઓઘડ કારાવદરા , વનરાજ રામાભાઈ ઓડેદરા , મસરી લખમણ ઓડેદરાએ હથિયારો છુપાવી રાખ્યા હતા સમય મળતા હુમલો કરવાના હતા

ભીમા દુલા ઓડેદરા તથા મશરી લખમણ ઓડેદરા તથા મળી આવતા બન્નેને હસ્તગત કરી ઘરની ઝડતી તપાસ તથા સર્ચ કરતા હથીયારો બારબોર તથા એરગન તથા ધારીયા તથા કુહાડી તથા તલવાર તથા નાની છરીઓ તથા ભાલા સ્ટીક તથા નાના મોટા ધોકા તથા ગેડીયા તથા રોકડ રકમ કબજે કરીને તપાસનો ધમધમાટ

( પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૮ :ત્રણ અજાણ્યા ઈસમો મોટર સાયકલ પર સવાર થઈ આવી કોદારી વડે માર મારી પગમા તથા હાથમા ફેક્ચર ઈજાઓ કરી નાસી ગયેલાના વણશોધાયેલ ગુનાના અજાણ્યા આરોપીઓને શોધી કાઢી પકડી પાડી ધોરણસર કાર્યવાહી પોરબંદર જિલ્લા પોલીસે કરી છે

       ગત તારીખ તા.૨૪/૦૯/૨૦૨૪ ના રોજ આ કામના ફરીયાદીશ્રી દાનાભાઇ પુનાભાઇ ચાવડા,

જાતે-રબારી, ઉ.વ.૬૨, ધંધો-નિવૃત, રહે. બોરીયા ગામ, બસ સ્ટેન્ડની પાસે, તા.જી. પોરબંદર, વાળા માલઢોર ચરાવવા માટે બોરીયા ગામથી બખરલા ગામ તરફ જતા ડામર રોડ પર જતા હતા તે દરમ્યાન ત્રણ અજાણ્યા ઇસમો મોટર સાયકલ લઇ ફરીયાદીશ્રી પાસે આવી મોટર સાયકલ ઉભી રાખી નીચે ઉતરી ફરી.ને જેમ ફાવે તેમ ભુંડી ગાળો દઇ એકદમ ઉશ્કેરાઇ જઇ ત્રણેય ઇસમોએ કોદારીની મુંદરના ઘા ફરી.ને ખંભા તથા હાથ તથા પગના ભાગે મારી ફરી.ને ડાબા પગમા ફેક્ચરની ઇજા કરી ત્રણેય ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી. એકબીજાની મદદગારી કરી, મહે.જીલ્લા મેજીના પોરબંદરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યાં બાબતેની ફરીયાદ આ કામના ફરીયાદીશ્રીએ આપતા બગવદર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામા આવેલ હતો.

        જે ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગિસ્થસિંહ જાડેજા સાહેબ દ્વારા સતત દેખરેખ અને માર્ગદર્શન આપવામા આવેલ સદરહુ ગુનાની તપાસ પ્રથમ બગવદર પોસ્ટે પો.સ.ઈ શ્રી એ.ચ.બારાનાઓ સંભાળી રહેલ હતા દરમ્યાન જાણવા મળેલ કે બનાવ બન્યાના ત્રણેક મહીના પહેલા ભીમા દુલા ઓડેદરાને ત્યા કામ કરતા રામગર જેરામગર મેઘનાથી ઉ.વ રહે આદીત્યાણા વાળા તથા બોરીયા ગામના રહેવાસી લખમણભાઈ મુછાર સાથે રસ્તા પર સાઈડ આપવા બાબતે બોલાચાલી અને ઝપાઝપી થયેલ અને આ બાબત રામગર જેરામગર મેઘનાથીએ ભીમા દુલાભાઈ ઓડેદરાને જણાવતા ભીમા દુલા ઓડેદરા પોતાની ૨ કારમા પોતાના માણસો સાથે પ્રાણ ઘાતક હથીયારો સાથે બોરીયા ગામ જઈ હાથ પગ ભાંગી નાખવાની ધમકીઓ આપી આવેલ અને ફરીયાદી દાનાભાઇ પુનાભાઇ ચાવડાને માર મારવાનુ નક્કી કરી જ્યારે મોકો મળે ત્યારે ફરીયાદીશ્રીને માર મારવાનુ નક્કી કરેલ અને ગત તારીખ તા.૨૪/૦૯/૨૦૨૪ ના રોજ ભીમા દુલા ઓડેદરાએ પોતાના મળતીયાઓ જેમાં (૧) જયમલ ઓઘડ કારાવદરા ઉ.વ ૨૭ રહે.રાણાવાવ ક્રિષ્ના એપાર્ટમેંટની બાજુમા પરેશ નગર તા.રાણાવાવ જી.પોરબંદર તથા (૨) વનરાજ રામાભાઈ ઓડેદરા ઉ.વ ૨૬ રહે મુળ મઈન બજાર ખોડીયાર પાણ પાસે ખંભાળા ગામ તથા (૩) મસરી લખમણ ઓડેદરા ઉ.વ ૩૦ આદીત્યાણા ગામ વાડી વિસ્તાર ડોબલીયા સીમ રાણાવાવ પોરબંદર વાળાઓએ ગુનાહીત કાવતરૂ રછી આ કામના ફરીયાદીશ્રીને પગમા તથા હાથના ભાગે કોદારી વડે માર મારી ફેક્ચર ઈજાઓ કરી ગુનો કરેલ હોવાનું તપાસ પરથી ફલીત થતા સદરહુ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ગુનાની વધુ ઉંડાણપુર્વક તપાસ થવા સારૂ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ

જાડેજા સાહેબનાઓએ સદરહુ તપાસ પોરબંદર એલ.સી.બી ઈ.ચા પોલીસ ઈન્સપેક્ટર આર.કે.કાંબરીયાને સોંપવામા આવેલ છે.

      ગુનાના મુળ સુધી પહોચવા પોરબંદર એલ.સી.બી દ્વારા ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરી રહેલ હતા તે દરમ્યાન એલ.સી.બી ટીમને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે બોરીયા ગામે મારા મારી કરનાર ઈસમો હાલ રાણાવાવ પોસ્ટે વિસ્તારના બોરીચા ગામના પાટીયેથી ચાલીને પસાર થઈ રહેલ છે જે હકીકત આધારે ૦૩ ટીમો બનાવી બોરીયા ગામના પાટીયા પાસે પહોચી વોચ રાખતા બાતમી મુજબના વર્ણન વારા ૦૨ ઈસમો ત્યાથી ચાલીને પસાર થયેલ જેથી બન્ને ઈસમોને ત્યાજ રોકી દઈ ગુના સબંધે પુછપરછ અર્થે એલ.સી.બી ઓફીસ ખાતે લાવી આગવી ઢબે પુછપરછ કરતા પોતે જ ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ તથા સદરહુ ગુનો કરવામા ત્રિજો ઈસમ મસરી લખમણ ઓડેદરા હોવાની તથા સદરહુ ફરીયાદીને માર મારવા માટે પુર્વ નિયોજીત કાવતરૂ ઘડી આદિત્યાણા ખાતે રહેતા ભીમા દુલા ઓડેદરાના કહેવાથી તેના કહેવા મુજબ માર મારેલ હોવાની કબુલાત આપતા તથા પકડવાનો બાકી આરોપી મસરી લખમણ ઓડેદરા ભીમા દુલા ઓડેદરાના ઘરે છુપાવી રાખેલ હોવાની કહીકત જનાવતા હોય બન્ને ઈસમોને અટક કરી આગળની ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ હતી.કાર્યવાહી કરવામા આવેલ તથા ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતેના ઘરે પકડવાના બાકી આરોપી મશરી લખમણ ઓડેદરા પણ છુપાવેલ હોવાની હકીકત તથા સદરહુ ગુનામાં ભીમા દુલા ઓડેદરાની સંડોવણીની હકીકત આધારે તેના ઘરે તપાસ કરવા સારૂ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાહેબની આગેવાની તથા સીધી દેખરેખ હેઠળ કુલ ૦૬ ટીમો બનાવવામાં આવેલ જેમા

ટીમ નં ૦૧ પોરબંદર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુરજીત મહેડુ સાહેબ તથા સ્ટાફ ટીમ નં ૦૨ કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.સી.કાનમીયા તથા સ્ટાફ ટીમ નં ૦૩ રાણાવાવ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટરશ્રી એન.એન તળાવીયા તથા રાણાવાવ પોલીસ સ્ટાફ ટીમ નં ૦૪ એલ.સી.બી ઈ.ચા પોલીસ ઇન્સપેક્ટર આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી સ્ટાફ ટીમ નં ૦૫ લીવ રીઝર્વ પી.એસ.આઈ એમ.એલ આહીર તથા એલ.સી.બી સ્ટાફ

 ટીમ દ્વારા ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતેના ઘરે રેઈડ કરતા ભીમા દુલા ઓડેદરા તથા મશરી લખમણ ઓડેદરા તથા મળી આવતા બન્નેને હસ્તગત કરી ઘરની ઝડતી તપાસ તથા સર્ચ કરતા હથીયારો જેમાં બારબોર તથા એરગન તથા ધારીયા તથા કુહાડી તથા તલવાર તથા નાની છરીઓ તથા ભાલા સ્ટીક તથા નાના મોટા ધોકા તથા ગેડીયા તથા રોકડ રકમ મળી આવેલ છે.

જે મળી આવેલ દારૂ તથા હથીયારો તથા રોકડ રકમ બાબતે કાયદેસર થવા આગળની ધોરણસર કાર્યવાહી હાલ ચાલુમા છે.

(4:57 PM IST)