<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

કચ્છમાં લવ જેહાદના પ્રકરણમાં આરોપીની મહારાષ્ટ્રના પુણાથી ધરપકડ

જિયાદ લતિફ શેખે હિન્દૂ નામ ધારણ કરી સગીરાને ભોળવી દુષ્કર્મ આચર્યું હતું. જિગર નામ ધારણ કરી મિત્રતા કેળવી વાતચીત કરી યુવતીને પ્રેમજાળમા ફસાવી હતી

   કચ્છમાં લવ જેહાદના પ્રકરણમાં આરોપીની મહારાષ્ટ્રના પુણાથી ધરપકડ કરવામાં આવી છે. ઓનલાઈન ગેમના માધ્યમથી જિયાદ લતિફ શેખે હિન્દૂ નામ ધારણ કરી સગીરાને ભોળવી દુષ્કર્મ આચર્યું હતું. જિગર નામ ધારણ કરી મિત્રતા કેળવી વાતચીત કરી યુવતીને પ્રેમજાળમા ફસાવી હતી. પોલીસે આરોપી જિયાદ લતીફ શેખની ધરપકડ કરી આવતીકાલે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરાશે. 

  યુવક અપરિણીત અને ખેતી કરતો હોવાનુ સામે આવ્યું છે. આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ ? તેની પોલીસે તપાસ શરૂ કરી છે

(9:19 PM IST)