<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

જામનગરના વાઈલ્ડલાઈફ તસ્વીરકાર જગત રાવલનું ગાંધીનગરમાં સન્માન કરાયું.

રાજ્યભરના ફોટોગ્રાફરની ઉપસ્થિતમાં વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી ક્ષેત્રે ૨૫ વર્ષની કામગીરીને લઈ કરાયું સન્માન.

જામનગર : જેમના પક્ષીઓ અને વન્યજીવોના ફોટા જેને રાજ્ય જ નહીં પણ દેશ વિદેશમાં ચાહના મેળવી છે તેવા જામનગરના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર જગત રાવલનું ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું
નામદાર મહારાજા જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાની પ્રેરણાથી 25 વર્ષ પૂર્વે તસ્વીરકાર જગત રાવલે શરૂ કરેલી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીની સફર આજે સફળતાના અનેક પડાવ પાર કરી ચુકી છે, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તેમના દ્વારા કચકડે મઢવામાં આવેલી વન્યજીવો અને પક્ષીની તસવીરો અનેક એવોર્ડ મેળવી ચુકી છે તેમજ પ્રદર્શન માં સ્થાન પામી છે.
તાજેતરમાં જામનગર ફોટોગ્રાફસૅ એસોસિયેશન ના "બેસ્ટ ફોટોગ્રાફર"  જગત રાવલને ગુજરાતની CGPTIA સંસ્થા દ્વારા એવોર્ડ (સર્ટીફિકેટ ) થી મહાત્મા મંદિર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું, આ તકે  CGPTIA સંસ્થાના સેક્રેટરી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી પ્રફુલ્લભાઈ પટેલ, તથા શ્રી નારણભાઈ ખીમાણી હસ્તે કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ફોટોગ્રાફર એસોસિએશન ના પ્રમુખ ધર્મેશ રાવલ,મંત્રી હારીત પોપટ,ખજનચી ચિંતન સોલંકી અને કારોબારી સદસ્યો, પૂર્વ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

(11:06 PM IST)