<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ટંકારા તાલુકાના શિક્ષક વિરમ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી

શિક્ષકોને સમયસર પગાર તેમજ અન્ય લાભો મળી રહે તે માટે રાત દિવસ જોયા વિના વિરમ દેસાઈ સતત કાર્યશીલ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૯ : ટંકારા તાલુકાના શિક્ષકોના પ્રશ્નો માટે સતત કાર્યશીલ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે કાર્યરત વિરમ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવતા સમગ્ર મોરબી જિલ્લાના શિક્ષકો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

શિક્ષકોને સમયસર પગાર તેમજ અન્ય લાભો મળી રહે તે માટે રાત દિવસ જોયા વિના વિરમ દેસાઈ સતત કાર્યશીલ છે ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા  રાજ્ય સંઘની કારોબારી માટે રાજ્ય પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવેલ હતા. રાજ્ય સંઘની ચૂંટણીમાં દિગ્વિજયસિંહ જાડેજાને પ્રમુખ તરીકે અને જૈમીન પટેલનો મહામંત્રી તરીકે વિજય થતા નવી કારોબારીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. 

જેમાં ટંકારાના વિરમ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી થતા ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશ ફેફર, તમામ કારોબારી સભ્યો તેમજ ટંકારા તાલુકાના તમામ શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી.

(9:24 AM IST)