News of Saturday, 19th October 2024
માંગરોળ-મરીન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ચંદ્રસિંહ સીસોદીયા 6500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
પોરબંદર એસીબીની સફળ ટ્રેપ, બોક્સાઇડ ભરેલ ટ્રકો રોયલ્ટી પાસ તથા અંડરલોડ હોવા છતા ટ્રકો રોકી રૂપિયા માંગતો હતો

(વિનુ જોશી દ્વારા) : જુનાગઢ તા. 19 :પોરબંદર એસીબીએ ટ્રેપ ગોઠવી માંગરોળ-મરીન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને 6500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા સનસનાટી ફેલાઈ ગઈ હતી.
ફરીયાદીના કાકાના દિકરાની ટ્રકો પોરબંદર થી બોક્સાઇડ ભરી અમરેલી ખાતે ખાલી કરવા જતી હતી. બોક્સાઇડ ભરેલ ટ્રકો રોયલ્ટી પાસ તથા અંડરલોડ હોવા છતા માંગરોળ-મરીન પોલીસ સ્ટેશનનો આર્મડ પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ કાળુભાઇ સીસોદીયા, ઉ.વ. 35 ટ્રકો રોકતા હતો.
જેથી ફરીયાદી તેને રૂબરૂ મળતા કોન્સ્ટેબલે મક્તુપુર ચેક પોસ્ટ પરથી પસાર થવા દેવા માટે એક ટ્રક દિઠ રૂ. 500 હપ્તા લેખે કુલ ચાર ટ્રકના ચાર મહિનાના કુલ રૂ. 8000ની લાંચની માંગણી કરી હતી રકજકના અંતે રૂ. 6500 લાંચ પેટે આપવાનું નક્કી થયું હતું,
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી પોરબંદર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતાં ગઈકાલે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો,જુનાગઢ એકમનાં ઇન્ચાર્જ મદદનીશ નિયામક જી. વી. પઢેરીયાનાં માર્ગદર્શનમાં પોરબંદર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ગમારે મક્તુપુર ચેક પોસ્ટની બાજુમાં લાંચનું છટકુ ગોઠવી પોલીસ કોન્સ્ટેબલ સિસોદિયાને રૂપિયા 6,500ની લાંચ લેતા ઝડપી લઇ તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
