<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

હિન્દુ નામ બતાવી સગીર યુવતી સાથે પ્રેમ સબંધ બાંધી દુષ્કર્મ: કચ્છનો લવ જેહાદનો ચકચારી કિસ્સો

ઓન લાઈન ગેમ દરમ્યાન પરિચય કેળવી જિગર બની જીયાદ શેખે અંગત સંબંધો બાંધ્યા : મંદિરોમાં જતા ફોટા મુક્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ :  મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ તરીકે ઓળખ બતાવી હિન્દુ યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કેળવી શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન કરવા સમયે ધર્મ પરિવર્તન માટે ની વાત કરી લવ જેહાદ ના કિસ્સાઓ અવારનવાર ચર્ચામાં રહે છે. કચ્છમાં પોલીસે આવા જ એક કિસ્સામાં ફરિયાદ નોધી જિગર બનેલા મુસ્લિમ યુવાન જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખને પોલીસે પૂનાથી ઝડપી લીધો છે.

          મૂળ કચ્છના માંડવી તા.ના ગોધરા ગામની મુંબઈમાં રહેતી સગીર વયની યુવતીનો ઓન લાઇન ગેમિંગ દરમ્યાન અન્ય યુવાન સાથે પરિચય થયો હતો. પોતાનું નામ જિગર બતાવનાર આ યુવાને સોશ્યલ મીડિયા અને બાદમાં રૂબરૂ મળી ફ્રેન્ડશીપ કેળવી આ સગીર યુવતી સાથે શરીર સંબંધ બાંધી તેના અશ્લીલ ફોટા પાડી લીધા હતા.

         આરોપી યુવાને મંદિર જતા ફોટા પણ મુક્યા હતા. બાદમાં સગીરા એ લગ્ન માટે કહેતા આરોપી જિગરે પોતાનું નામ જીયાદ હોવાનું અને મુસ્લિમ હોવાનું કહી લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવા કહ્યું હતું. આ સાંભળી ડરી અને ગભરાઇ ગયેલી સગીરાએ ઘેર વાત કર્યા બાદ વતન કચ્છમાં પોલીસ ફરિયાદ કરી હતી. અંતે પોલીસે આ ચકચારી કેસમાં આરોપી જીયાદને પૂના થી ઝડપી લીધો છે.

(9:27 AM IST)