<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ગોંડલ યાર્ડમાં મગફળીની ૬૦,૦૦૦થી વધુ બોરીની આવક

ગોંડલઃ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી ની પુષ્‍કળ આવક થવા પામી હોય હાલ આવક બંધ કરાઇ છે.રવિવાર થી રાબેતા મુજબ આવક શરુ કરાશે. માર્કેટ યાર્ડમાં મગફળીની ૬૦,૦૦૦થી વધુ બોરીની આવક થઇ છે.જેમાં બિંદુ મગફળીની ૧૫૦૦ ગુણીની આવક થઇ છે. ખેડુતોને ૯૦૦ થી ૧૩૦૦ સુધીનાં ભાવ મળ્‍યાં હતા.જ્‍યારે બિંદુ મગફળીનાં ૨૩૦૦ સુધીનાં ભાવ મળ્‍યા હતા. યાર્ડનાં ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાએ જણાવ્‍યું કે યાર્ડમાં રોજીંદા ૩૦ થી ૪૦ હજાર બોરી નો વેપાર થઈ રહ્યો છે.ગોંડલ યાર્ડમાં જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી,રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાંથી ખેડુતો મગફળી સહિત જણસીઓ લઈ વેંચાણ માટે આવેછે.હાલ મગફળીની આવક ચાલુ હોય વરસાદની આગાહી વચ્‍ચે પોતાનો માલ ઢાંકી લઇ આવવા અપીલ કરાઇ છે. (અહેવાલઃ જીતેન્‍દ્ર આચાર્ય, તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી)

(10:09 AM IST)