<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ધ્રોલમાં શરદપૂર્ણિમા રાસ-ગરબા મહોત્‍સવની ભવ્‍ય ઉજવણીઃ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્‍ય સહિતના ઉપસ્‍થિત

શરદપૂનમની રાતડીને, ચંદ્ર ઉગ્‍યો આકાશ રે.. :ધ્રોલ પાલીકા પૂર્વ પ્રમુખ વીરમભાઇ વરૂ દ્વારા સફળતાપૂર્વક આયોજનઃ ૪૮ ગરબી મંડળની બાળાઓએ રાસ ગરબા સ્‍પર્ધામાં ભાગ લીધોઃ દીકરીઓને ભોજન કરાવીને માતાજીના આર્શીવાદ લેતા વરૂ પરીવાર

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૧૯: ધ્રોલ શહેર ખાતે શરદપૂર્ણિમા સતત ૮ વર્ષથી આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ પરંપરાને જાળવી રાખીને નવરાત્રીને રઢીયાળી રાત્રી બનાવવા માટે ધ્રોલ નગરપાલીકા પુર્વ પ્રમુખ વીરમભાઈ વરુ અને રંભીબેન વીરમભાઈ વરુ ધ્‍વારા શરદ પુર્ણિમાની શીતલ રાત્રે ધ્રોલ શહેરની તમામ ગરબા મંડળની બાળાઓની રાસ ગરબા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ. 

ધ્રોલ શહેરના રાજકોટ હાઈવે પર આવેલ રાધે રેસીડેન્‍સી ખાતે શરદ પુર્ણિમાની ઉજવણીના ભાગ રૂપે ધ્રોલ શહેરની વિવિધ ૪૮ થી વધુ ગરબી મંડળની બાળાઓ દ્વારા સ્‍પર્ધામાં ભાગ લીધો હતો જેમા બાળાઓ દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન રાસ રમીને નવરાત્રી મહોત્‍સવની ઉજવણી કરીને માતાજીની આરાધાના કરવામાં આવેલ હતી.

શરદ પુર્ણિમાના આ ભવ્‍ય આયોજન કરનાર ધ્રોલ નગરપાલીકા પુર્વ પ્રમુખ વીરમભાઈ વરુ દ્વારા રાસ-ગરબા મહોત્‍સવનું આયોજન કરીને ૪૮ ધ્રોલ શહેરની બાળાઓને ઈનામ વિતરણ તેમજ સ્‍પર્ધામાં પ્રથમ નંબરે ધી પટેલ સ્‍કુલ, દ્રતીય નંબર પર એમ.ડી.મહેતા સ્‍કૂલ અને તળતીય નંબર જી.એમ. પટેલ સ્‍કુલ ની બાળાઓ ને વિજેતા બાળાઓને પ્રોત્‍સાહીત કરવામાં આવેલ હતી ધ્રોલ ખાતે શરદ પુર્ણિમા રાસ મહોત્‍સવ દરમ્‍યાન ધ્રોલ શહેરની તમામ બાળાઓ માટે ભોજન વ્‍યવસ્‍થા પણ કરવામાં આવેલ હતી અને ધ્રોલ શહેરમાં આ ભવ્‍ય આયોજનના લીધે ધ્રોલ શહેર તથા તાલુકાની જનતા મહીલાઓ વગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને રાસ ગરબા મહોત્‍સવનનો આંનદ માણ્‍યો હતો.

ધ્રોલ ખાતે શરદ પૂર્ણિમા રાસ ગરબા મહોત્‍સવનું સફળતાપુર્વક આયોજન કરનાર ધ્રોલ નગરપાલીકા પુર્વ પ્રમુખ વીરમભાઈ વરુ તેમજ પુર્વ પ્રમુખ રંભીબેન વગેરેના આમંત્રણને માન આપીને શહેર અગ્રણી આગેવાનો તેમજ સાસંદ પુનમબેન માડમ, ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોલના અગ્રણી બિલ્‍ડર અને દા.તા હેમરાજબાઈ મુંગરા, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ઘરમશીભાઈ ચનિયારા, જામનગર જિલ્લા ઉપાધ્‍યક્ષ ડી.ડી.જીવાણી, ધ્રોલ શહેર પ્રમુખ સમીરભાઈ શુક્‍લા, તાલુકા પ્રમખ નવલભાઈ મુંગરા, બ્રિજરાજસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા, પૂર્વ પ્રમુખ મગનભાઈ ભોજાણી, હિતેશભાઈ ચનિયારા, હિરેનભાઈ કોટેચા, હિતેશભાઈ ભોજાણી, તુષારભાઈ ભાલોડીયા, સંજયસિંહ જાડેજા, સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા તેમજ આ કાર્યક્રમને સફળ તમામ આયોજન વીરમભાઈ વરુ પૂર્વ પ્રમુખ ધ્રોલનગર પાલિકા, રંભીબેન વરુ, ઉપરાંત રધુભાઈ વરુ, સિંધાભાઈ વરુ, જયેશભાઈ વરુ, રજનીભાઈ ટંકારીયા, સહીતના ધ્રોલ મચ્‍છોમા મા મિત્ર મંડળ તથા ભરવાડ સમાજના આગેવાનો વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(10:10 AM IST)