<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફી ક્ષેત્રે ૨૫ વર્ષથી કામગીરી કરનાર જામનગરના જગત રાવલનું સન્‍માન

પક્ષીઓ અને વન્‍યજીવોના તેમણે પાડેલા ફોટાને દેશ-વિદેશમાં ચાહના મળી છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૯: જેમના પક્ષીઓ અને વન્‍યજીવોના ફોટા જેને રાજ્‍ય જ નહીં પણ દેશવિદેશમાં ચાહના મેળવી છે તેવા જામનગરના વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર જગત રાવલનું ગાંધીનગર મહાત્‍મા મંદિર ખાતે વિશિષ્‍ટ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

નામદાર મહારાજા જામસાહેબ શ્રી શત્રુશલ્‍યસિંહજી જાડેજાની પ્રેરણાથી ૨૫ વર્ષ પૂર્વે તસ્‍વીરકાર જગત રાવલે શરૂ કરેલી વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફીની સફર આજે સફળતાના અનેક પડવા પાર કરી ચુકી છે, રાજ્‍ય અને રાષ્‍ટ્રીય કક્ષાએ તેમના દ્વારા કચકડે મઢવામાં આવેલી વન્‍યજીવો અને પક્ષીની તસવીરો અનેક એવોર્ડ મેળવી ચુકી છે તેમજ પ્રદર્શનમાં સ્‍થાન પામી છે.

તાજેતરમાં જામનગર ફોટોગ્રાફર્સ એસોસિયેશનના ‘બેસ્‍ટ ફોટોગ્રાફર' જગત રાવલને ગુજરાતની સીજીપીટીઆઇએ દ્વારા એવોર્ડ (સર્ટીફીકેટ)થી મહાત્‍મા મંદિર ખાતે સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. આ તકે સીજીપીટીઆઇએ સંસ્‍થાના સેક્રેટરી સંજયભાઇ પટેલ, પ્રફુલભાઇ પટેલ, નારણભાઇ ખીમાણી હસ્‍તે કરવામાં આવ્‍યુ હતું. આ પ્રસંગે ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ ધર્મેશ રાવલ મંત્રી હારીત પોપટ, ખજનચી ચિંતન સોલંકી અને કારોબારી સદસ્‍યો, પૂર્વ પ્રમુખો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:11 AM IST)