News of Saturday, 19th October 2024
જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવાના જન્મદિવસ નિમિત્તે આઠમા મહારક્તદાન કેમ્પ યોજાયો
188 બોટલ જેટલું જંગી રક્ત એકત્ર કરવામાં આવ્યું : શ્રી મારુતિ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રસંગ ઉજવાયો

જામનગર:: જિલ્લાના જામજોધપુર લાલપુર વિધાનસભા બેઠકના સક્રિય ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવાના જન્મદિવસ નિમિત્તે આઠમા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામજોધપુર સ્ટેશન પ્લોટ ખાતે આવેલ સોની મહાજન વાડીના આંગણે આયોજિત આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. મહામૂલી માનવ જિંદગી બચાવવામાં નિમિત્ત બનવા માટે યુવાનોએ રક્તદાન કર્યું હતું. પરિણામે 188 બોટલ જેટલું જંગી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. શ્રી મારુતિ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમગ્ર પ્રસંગ ઉજવાયો હતો.
સમાજ સેવાના કાર્ય થકી જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગોપનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મંગલગીરી બાપુ ગુરુ શ્રી કસ્તુરગીરી બાપુ અને ઓરડીધામ સતાપરના ભુવાઆતા અમરાઆતા પરબતઆતા ઉલવા તથા સડોદર ખાતે ફૂલનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી સુંદરનાથ બાપુ ગુરુશ્રી ધનસુખનાથ બાપુના આશીર્વાદથી આયોજિત કાર્યક્રમમાં સુંદરનાથ બાપુ, ભુવા આતા માંડાઆતા તથા રાધા રમણ સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં યુવા નેતા ગોપાલભાઈ ઇટાલીયા, ચિરાગભાઈ કાલરીયા, જીવણભાઈ કુંભારવાડીયા, માલદેભાઈ કરમુર, સરફરાઝ ખ્યાર, પ્રકાશભાઈ દોંગા, અતુલભાઈ રાઠોડ, ભરતભાઈ ગોધમ, હેમંતભાઈ કરંગીયા, જીવરામભાઈ રાજગોર, અશ્વિનભાઈ પટેલ, મુકેશભાઈ સરધારા, ડો. જયભાઈ અભંગી, ક્રિપાલસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, દેવાભાઈ પરમાર, કિશોરસિંહ જાડેજા, શિવરાજ સિંહ જાડેજા, સી.એમ.વાછાણી, નગાભાઈ પોપણીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા દેવાનંદભાઈ વસરા, સામતભાઈ કાંબરીયા, રમણીકભાઈ અભંગી, મહેશભાઈ નંદાણીયા અને ગોવિંદભાઈ ચાવડા, દેવરાજભાઈ રબારી, અમિતભાઈ ગોધમ, રાજશીભાઈ બેરા, બશિરભાઈ પટ્ટા, વિજય સાપરીયા, હાજી ભાઈ સામતભાઈ કરમુર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.(અહેવાલ:મુકુંદ બદિયાણી, (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
