તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th October 2024
ધ્રોલના હમાપર ગામે એક જ દિવસમાં બે વ્યકિતના હ્રદયરોગનાં હુમલાએ ભોગ લેતા અરેરાટી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૯: ધ્રોલ તાલુકાના હમાપર ગામે એક જ દિવસમાં ર વ્યકિતના マદયરોગના હુમલાથી મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
હમાપર ગામે કાથડભાઇ ચનાભાઇ મંઢ(ઉ.વ.૫૦)ને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલીક ધ્રોલ સરકારી હોસ્પિટલ ખસેડયા સારવાર મળે તે પહેલા હાર્ટએટેકથી મૃત્યુ થયુ અને હરેશભાઇ લાખાભાઇ મંઢ (ઉ.વ.આશરે૩૩) વાડીએ છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓને ધ્રોલ ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા તાત્કાલીક રાજકોટ સારવાર માટે ખસેડયા તેમનું પણ હાર્ટએટેકેથી મૃત્યુ થયુ નાના એવા ગામમાં એક દિવસમાં બે વ્યકિતને હાર્ટએટેકથી મૃત્યુ થતા ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. હમાપર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.(
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
