<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ભીમા દુલા સામે ભુતકાળના ડબલ મર્ડર સહિત કુલ ૪૮ ગુન્‍હાઓ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: કુખ્‍યાત ભીમા દુલા સામે ઇ.સ. ૧૯૭પ થી અત્‍યાર સુધીમાં ડબલ મર્ડર સહીત કુલ ૪૮ ગુન્‍હા પોલીસ દફતરે નોંધાયાનું પોરબંદર એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ જણાવ્‍યું છે.

આદિત્‍યાણાના બોરીચાના ભીમા દુલા સામે ઇ.સ. ૧૯૭પ થી ૪૮ ગુનાઓ નોંધાઇ ચુકયા છે. જેમાં ત્રણ મર્ડરના ગુના છે જે પૈકી એક ડબલ મર્ડર અને એક સીંગલ મર્ડર ઉપરાંત હત્‍યાની કોશીષના સાત ગુના, ગંભીર રીતે મારામારીના નવ ગુના, ટાડાના ચાર ગુના, હથિયાર ધારાના સાત ગુના ઉપરાંત પ્રોહીબીશન અને રાયોટીંગના મળી કુલ ૪૮ ગુનાઓ તેના નામે બોલે છે.

ભીમા દુલા સામે બગવદર પોલીસ મથક, રાણાવાવ પોલીસ મથક, જામજોધપુર પોલીસ મથક, ભાણવડ, જામખંભાળીયા, આણંદ રૂરલ, કુતિયાણા, માધવપુર, પોરબંદરનું કમલાબાગ પોલીસ મથક વગેરે જેવા અલગ-અલગ પોલીસ સ્‍ટેશનોમાં તેના વિરૂધ્‍ધ અનેક ગુના નોંધાઇ ચુકયા છે.

(11:14 AM IST)