તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th October 2024
લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાકોને મોટું નુકસાન સર્વે કરવા માંગ
મગફળી, કપાસ, મરચા, ડુંગળી, સોયાબીનના પાકમાં નુકશાનની સહાય આપવા માંગણી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા.તા.૧૯ :. તાજેતરમાં ભારે પવન સાથે સતત છેલ્લા છ થી સાત દિવસ સુધી પવન સાથે ગાજવીજ વરસાદ વરસી રહ્યો ખેડૂતોને ઉભા પાક ને ભારે નુકસાની થયાનું ચિત્ર સામે આવ્યું છે સરકારે તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા માંગણી લોધીકા ના ગ્રામ્ય વિસ્તારોના ખેડુતો ની માંગણી ઉઠી છે.
સમગ્ર તાલુકામાં અતી ભારે વરસાદ થી મોટા પાયે ખેતીવાડીને નુકસાન થયું છે લોધીકા સહિત તાલુકામાં છ થી સાત દિવસથી પવન સાથે સતત વરસાદ પડતા ખેડૂતોના મરચા ડુંગળી સોયાબીન મગફળી સહીત પાકના વાવેતર ને પણ ભારે નુકસાન થયું છે મોંઘા ભાવના ખાતર બિયારણ દવાઓના ખર્ચ કરેલો હોય ત્યારે હવે પાક નિષ્ફળ થયો છે.
હાલ પણ ખેતરમાં પાણી ભરાયા હોય ખેડૂતો ને ચિંતા ને લાગણી પ્રસરી છે જેને લઇ તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરાવી મોલના નુકસાન થયું છે તેનુ વળતર આપવા લોધિકાના કિસાન અશોકભાઈ વસોયા જયંતીભાઈ વસોયા રાજભાઈ ઘાડીયા છગનભાઈ ઘિયાળ સહિતનાઓને માંગણી થયેલ છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
