<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ગાંધીધામમાં રાજકોટની યુવાન પરિણીતા સાથે દુષ્‍કર્મ

રાશનકાર્ડ માટે સંપર્કમાં આવીને સંજય રાઠોડે કુકર્મ કરતા ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : કચ્‍છના ગાંધીધામમાં રહેતી વળદ્ધ માતાના  રાશનકાર્ડમાં ફેરફાર કરાવવા માટે આવનાર રાજકોટની પરિણીતાએ અહીં મામલતદાર કચેરીમાં બેસી અરજદારોનું કામ કરનાર સંજય કચરાભાઇ રાઠોડ વિરૂદ્ધ દુષ્‍કર્મની પોલીસ ફરિયાદ કરી છે.

રાશનકાર્ડના કામ માટે ફરિયાદી પરિણિતા આરોપી સંજયના સંપર્કમાં આવ્‍યા બાદ મોબાઇલ ઉપર બન્ને વચ્‍ચે મેસેજ તેમજ કામ પતાવી આપવા સંપર્ક થતો હતો. ત્‍યારબાદ ગાંધીધામ આવેલી આ યુવાન પરિણીતાને આરોપી મોટર સાઇકલ ઉપર બેસાડી ચા નાસ્‍તો કરાવી કાર્ગો ઝુપડપટ્ટી વિસ્‍તારમાં લઇ ગયો હતો ત્‍યાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્‍યો હતો.

આરોપી વિરૂદ્ધ દુષ્‍કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિત વિવિધ કલમો તળે ફરિયાદ નોધી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

(11:39 AM IST)