<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

પોરબંદરમાં ખોજાખાના પાસે એસિડ પી લેનારા મનિષભાઇ વાઘેલાનું મોત

રોડ પર પડયા હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૧૯: પોરબંદરમાં ખોજાખાના રોડ પર ત્રણેક દિવસ પહેલા અજાણ્‍યા આશરે ૪૭ વર્ષના આધેડ અર્ધબેભાન પડયા હોઇ પોરબંદર હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યાં તેણે પોતાનું નામ મનિષભાઇ હરિભાઇ વાઘેલા હોવાનું કહ્યું હતું. તેણે એસિડ પી લીધાનું તબિબી તપાસમાં જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. રાજકોટમાં ગત રાતે તેનું મોત થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે પોરબંદર કિર્તીમંદિર પોલીસને જાણ કરી હતી. મૃતકના વાલીવારસને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:48 AM IST)