<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

અમરેલીના જેજાદની સીમમાં જુગાર રમતા ૪ રોકડ સાથે ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૯: ભાવનગર રેન્‍જ આઇ.જી. ગૌતમ પરમાર અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચનાથી જેજાદ ગામની સીમમાં આવેલ નાના ઇશ્વરીયા હનુમાનજી મંદિરની સામે જાહેરમાં જુગાર રમતા મનસુખભાઇ નાથાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) રહે. વાંશીયાળી, તા. સાવરકુંડલા, જિ. અમરેલી, ગોદડ અમરૂભાઇ ગરણીયા (ઉ.વ.૨૮) રહે.વાંશીયાળી, તા. સાવરકુંડલા, જિ. અમરેલી. જીતુ વજુભાઇ જમોડ (ઉ.વ.૨૩) રહે. જેજાદ, તા. સાવરકુંડલા, જિ.અમરેલી. કેશ લાલજીભાઇ પરમાર (ઉ.વ.૬૮) રહે. નવાગામ, તા. ગારીયાધાર, જિ.ભાવનગરને રૂા. ૩૭,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી એ.એમ.પટેલ, એ.એસ.આઇ ઘનશ્‍યામભાઇ મકવાણા, હેડ કોન્‍સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી, પો.કોન્‍સ. ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

(12:06 PM IST)