News of Saturday, 19th October 2024
ખંભાળીયામાં શોૈચાલ્ય પાસે રીલ બનાવનાર ૨ શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ

ખંભાળીયા તા. ૧૯: ખંભાળિયામાં તાજેતરમાં રામનાથ સોસાયટી વિસ્તારમાં શોૈચાલય પાસે ચડ્ડી ટીશર્ટ પહેરીને બે યુવાનો પરપ્રાંતિય જેવા વીડીયો રીલ બનાવતા હોય તેમની શંકાસ્પદ હિલચાલથી ત્યાં રહેતા જાગૃત નાગરીક મુકેશભાઇ મોકડીયાએ પોલીસ સ્ટાફ દ્વારા તેમને પકડીને પુછપરછ માટે પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા ત્યાં એક સંસ્થાના ટ્રેકટરમાં પાણીના ટેકરનું કામ કરતા હોવાનું ખુલતા તેમના માલિકોને બોલાવી સુચના આપી ને માફી માંગી જવા દેવાયા હતા.
તાજેતરમાં રામનાથ પાસે એસ.એમ.ડી. ટી. સોસાયટીમાં વેપારીના થેલાની ઉઠાંતરીનો બનાવ બન્યો હતો તેમાં પણ પકડાયેલા ત્રણેય રેકી કરવા ત્યાં આવ્યા હતા. અને અનેક વાર રસ્તા પર નીકળતા હતા. તેમા કોઇએ પડકાયોકે તમામ પુછપરછ કરી હોય તો આ બનાવ ચીલઝડપનો બન્યો ના હોય
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
