<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ઇકોઝોનના વિરોધમાં સોમવારે મેંદરડામાં કિસાન સંઘ દ્વારા ખેડૂત સંમેલન

જુનાગઢ, તા. ૧૯ : ઈકો ઝોનના મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાલાલા, ગિરગઢડા, વિસાવદર બાદ હવે તારીખ ૨૧ના સોમવારે મેંદરડા યાર્ડ ખાતે કિસાનસંઘ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે. સભા બાદ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.

વનવિભાગ દ્વારા સૂચિત ઈકોઝોનનું જાહેરનામું ?સિદ્ધ કરવામાં આવ્‍યું ત્‍યારથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વનવિભાગ દ્વારા ખેડૂતોનો વિરોધ શાંત પાડવા ?યાસો થઈ રહ્યા છે. ઈકોઝોનના વિરોધમાં થોડા દિવસ પહેલાં વિસાવદર, ગિરગઢડા, તાલાલામાં સંમેલન યોજાયા હતા. હવે આગામી તારીખ ૨૧ના સોમવારે સવારે ૧૦ વાગ્‍યે જિલ્લા કિસાન સંઘદ્વારા મેંદરડા યાર્ડ ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાશે. જેમાં મેંદરડા ઉપરાંત માળિયા હાટીના, વિસાવદર સહિતના તાલુકાના ખેડૂતો હાજર રહેશે.

(1:42 PM IST)