<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

પોરબંદરના સિધેશ્વર મહાદેવ મંદિરમાં શરદોત્‍સવ

 

પોરબંદરઃ શ્રી સીધેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રષ્ટ  સિધેશ્વર મહાદેવ મંદિર ખાતે તાજેતરમાં  શરદોત્‍સવ ની ઉજવણી નુ આયોજન કરવા માં આવેલ હતું. પાયોનિયર ક્‍લબ અને સાગર પુત્ર સમન્‍વય  અને લાયન્‍સ ક્‍લબના પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ ખોરાવા( બાપુ) સહીતના દાતાઓ દ્વારાપુરસ્‍કાર અપાયા હતા.  નવરાત્રીના નવ દિવસ દરમિયાન યોજાયેલ નાની બાળાઓનો રાસોત્‍સવ ગરબીના ભાગરૂપે આ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો  સીધેશ્વર મહાદેવ મંદિર ટ્રષ્ટ પ્રમુખ શ્રી જગદીશ ભાઈ પટેલે  સ્‍વાગત પ્રવચન કરતા જણાવ્‍યું હતું કે,  છેલ્લા બે દાયકાથી પોરબંદરના સિધેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા  વર્ષના વિવિધ તહેવારો માં ઉજવાતા વિવિધ આધ્‍યાત્‍મિક પ્રવળર્તિ ની છણાવટ કરી સૌ મહાનુભાવોને આવકાર  આપ્‍યો હતો  સિધેશ્વર મિત્ર મંડળના પ્રમુખ  દેવા ભાઈ ગાગલિયાએ નવરાત્રી મહોત્‍સવ દરમિયાન નવ દિવસ સુધી ૪૫ જેટલી બાળાઓનો  રાસો ત્‍સવ યોજાયો હતો જેમાં વિજેતા થયેલ બાળાઓના ઇનામો અને દાતાઓની રૂપરેખા પ્રસ્‍તુત કરી હતી ડો. વી. આર. ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેક્‍ટર અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા એ  નાની બાળાઓ ને ઇનામ  વિતરણ કરતા જણવ્‍યું હતું કે ,નારી પૂજા એ સ્‍વયં ચેતના ની જાગળતિ નુ કાર્ય છે.  સાગર સમનવ્‍ય અને પાયોનિયર ક્‍લબ, લાયન્‍સ ક્‍લબ ના સૌજન્‍યથી  કાઉન્‍સિલર લીલાબેન મોતિવરસ અને શ્રીમતિ  ઉમાં બેન  પ્રવીણભાઈ ખોરાવા ની ઉપસ્‍થિતિ માં યોજાયેલ આ બાળાઓના ઇનામ વિતરણ સમારોહમાં સિધેશ્વર મંદિર ટ્રષ્ટના પ્રમુખ જગદીશભાઈ પટેલ,સમાજ શ્રેષ્ઠિ  ભીખુ ભાઈ  ચાવડા ,  શાષાી ભરત ભાઈ ભટ્ટ, લોક સાહિત્‍યકાર નાગાભાઈ મોઢવાડીયા, અરવિંદ ભાઈ સિંધવ,   નયન ભાઈ ચાવડા, કિરીટ ભાઈ હરસોરા, હરીશ કુહાડા,  જીતુ ભાઈ ટંડેલ  વગેરે  નાની બાળાઆ ને ઇનામ વિતરણ કરી આશીર્વાદ આપ્‍યા હતા  દાતા પ્રવીણભાઈ ખોરાવા, જગદીશભાઈ પટેલ, ભગત મંડપ સર્વિસ  રાજુભાઈ હરસોરા, રસીલા બેન ચાવડા, દિનેશભાઇ ગોઢાણીયા, દ્રષ્ટિ સાગર દવે તરફથી સહયોગ મળ્‍યો હતો. આ આયોજનને સફળ બનાવવા  સિધેશ્વેર યુવક મિત્ર મંડળના પ્રમુખ દેવાભાઈ  આહીરના માર્ગદર્શન હેઠળ સર્વ પૂજારી  ધર્મેશભાઈ જોષી,  ભીખુ ભાઈ જોશી, ભરતભાઈ ભટ્ટ, નરસિંહભાઈ કનારા, નાગાભાઈ મોઢવાડીયા,  કિરણ બેન ગોસ્‍વામી, મહિલા સત્‍સંગ મંડળના  પ્રમુખ  વેજીબેન કેશવાલા, પુરીબેન ગોરાણીયા, રતનબેન,  કલ્‍પેશભાઈ, અમનભાઈ સહીત યુવક મંડળના  સેવાભાવી યુવા કાર્યકરોએ  જહેમત ઉઠાવી હતી. શરદોત્‍સવમાં બાળાઓને ઇનામ વિતરણ તથા રાસ રમતી બાળાઓની તસ્‍વીરો.(તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(1:48 PM IST)