<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

મોરબીના સનાળા ગામે ધાર્મિક વિધીના બહાને ૩.૫૦ લાખના દાગીના લઇ ઠગાઇ કરી

ધંધો રોજગાર બરોબર ચાલશે તેમ કહી નિલેશગીરી ગોસાઇ દાગીના ઓળવી ગયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૯: મોરબીના શનાળા ગામેં ધામિક વિધિના બહાને એક સખ્‍સે સોનાના દાગીના લઇ જઈને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

મોરબીના શનાળા ગામે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના જ ગામના નીલેશગીરી ઉર્ફે નવીનગીરી મોતીગીરી ગોસાઈ એᅠ ભરતભાઈને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસ કેળવી વિધિ કરવાના બહાને સોનાની ચેન નંગ ૧ આશરે અઢી તોલા કીમત રૂ.૧,૫૦,૦૦૦, સોનાના કાપ નંગ ૨ આશરે અડધા તોલા કીમત રૂ.૩૦,૦૦૦,સોનાની બુટી નંગ ૬ આશરે એક તોલા કીમત રૂ.૭૦,૦૦૦, સોનાની વીટી નંગ ૨ આશરે અડધા તોલા કીમત રૂ.૩૦,૦૦૦ તેમજ રોકડા રકમ રૂ.૫૦,૦૦૦ એમ કુલ કીમત રૂ.૩,૩૦,૦૦૦ ની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

(1:50 PM IST)