News of Saturday, 19th October 2024
પોરબંદર ગોઢાણિયા મહિલા કોલેજનું ગૌરવઃ એમ.એ.અર્થશાસ્ત્રમાં રેણુકા મકવાણાને ગોલ્ડ મેડલ

પોરબંદર તા. ૧૯: ગોઢાણીયા મહિલા કોલેજ નાઅર્થશાષા ડિપાર્ટમેન્ટ ની એમ. એ.અર્થ શાષા વિષયનાં વિદ્યાર્થીની રેણુકા મકવાણાએ યુનિવર્સિટી કક્ષાએ ફર્સ્ટક્લાસ સાથે ગોલ્ડ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે.
માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો વી આર ગોઢાણીયા મહિલા કોલેજના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટના એમ. એ.અર્થશાષા (માસ્ટર ઓફ ઇકોનોમિક)ની વિદ્યાર્થીની રેણુકા લાલજીભાઈ મકવાણાએ શ્રી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી ગોઢાણીયા કોલેજનું ગોૈરવ વધાર્યું હતું.
નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તળતીય પદવીદાન સમારંભ રામ મંદિર ઓડિટોરીયમ ખાતે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં ગોઢાણીયા મહિલાકોલેજની વિદ્યાર્થીની રેણુકા લાલજીભાઈ મકવાણા ને એમ. એ. અર્થશાષા (માસ્ટર ઓફ ઇકોનોમિક) વિષયમાં પદવી સાથે ગોલ્ડ મેડલ રાજ્યપાલના હસ્તે એનાયત કરાયો હતો. ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો કેતનભાઈ શાહના સબળ નેતળત્વ માં અને ઇકોનોમિક ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો.ભાવનાબેન કેશવાલાના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીની રેણુકા મકવાણાએ કુલ ગુણ ૨૦૦૦ માંથી ૧૬૩૩ ગુણ મેળવી ૮૧-૬,૫% મેળવી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ગોઢાણીયા સંકુલ ખાતેના ટ્રસ્ટ ઓફિસ ખાતે વિદ્યાર્થીનીના માતા શારદાબેન મકવાણા તથા પિતા લાલજીભાઈ ખીમાભાઈ મકવાણા, મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો કેતનભાઈ શાહ, ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો ભાવનાબેન કેશવાળા, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, ડો ઈશ્વરભાઈ ભરડા પ્રોફ.ડો.નીતાબેન ખૂંટી, ડો. કાજલબેન ખૂંટીની ઉપસ્થિતિમાં ટ્રસ્ટના પ્રમુખ, દાતા અને શિક્ષણપ્રેમી ડો. વિરમભાઈગોઢાણીયા તેઓનું સન્માન કરતા જણાવ્યું હતું કે, શિક્ષણએ સતત ચાલતી પ્રક્રિયા છે,અધ્યન શીલ વિદ્યાર્થી જ શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે હવે ટીચિંગ નહિ, લર્નિગ ટુ લર્નની જરૂર છે.
ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેક્ટર ડો ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યું હતું કે, શિક્ષણએ ભીતરનો ખજાનો છે, શિક્ષણ માં રસ, રુચિ અને ઉત્સુકતા મહત્વની છે આ ત્રણ નો ત્રિવેણી સંગમ રેણુકા મકવાણામાં જોવા મળે છે.
વિદ્યાર્થીની રેણુકાની આ સિધ્ધી માટે મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતિ શાન્તાબેન ઓડેદરા, શ્રીમતિ જયશ્રીબેન ગોઢાણીયા ભરતભાઈ વિસાણા સહીતના ટ્રસ્ટગણે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
