<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

આવતીકાલે રવિવારે સારસ્‍વત સન્‍માન- સમાજશ્રેષ્‍ઠી અભિવાદન-રાસોત્‍સવ-રકતદાન કેમ્‍પ

જુનાગઢ-ગીર સોમનાથ જિલ્લા લેઉવા પટેલ સમાજ- રાજકોટ દ્વારા

રાજકોટઃ જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લા લેઉવા પટેલ સમાજ, રાજકોટ દ્વારા સારસ્‍વત સન્‍માન, સમાજ શ્રેષ્‍ઠી અભિવાદન અને રાસોત્‍સવ ઉપરોક્‍ત ત્રિવિધ કાર્યક્રમ તા.૨૦ને રવિવારે સમન્‍વય પાર્ટી લોન્‍સ, કણકોટ રોડ, રાજકોટ ખાતે યોજાનાર છે. સાથોસાથ રકતદાન કેમ્‍પનું પણ આયોજન થયું છે. સુશ્રુત એનોરેક્‍ટલ હોસ્‍પિટલ, રાજકોટના ડો. એમ.વી. વેકરીયા અધ્‍યક્ષસ્‍થાન ગિજુભાઈ ભરાડ અને ઉદઘાટક ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા ઉપસ્‍થિતિ રહેશે.

આ પ્રસંગે મયુરભાઈ કોટડીયા, પી.આઈ. પ્રદ્યુમનનગર પોલિસ સ્‍ટેશન, રાજકોટ, પિયુષભાઈ ડોબરીયા, પી.આઈ. એસ.આર.પી. ગ્રુપ-૧૩, રાજકોટ, ડો.નિશાંત માધાણી, એમ.ડી. રેડીયેશન ઓન્‍કો, રાજકોટ તથા ડો.મનન પાનેલીયા, એમ.એસ. ઓર્થો., રાજકોટનું અભિવાદન કરવામાં આવશે.

આ કાર્યક્રમનું નેતળત્‍વ સંસ્‍થાના પ્રમુખ મધુભાઈ પટોળિયા, ઉપપ્રમુખ હરસુખભાઈ સુવાગીયા સંભાળી રહ્યા છે. મધુભાઈ પટોળિયા, સેક્રેટરી મુકેશભાઈ ગાજીપરા, અધ્‍યક્ષશ્રી ડો.એમ.વી. વેકરીયા, રમેશભાઈ પાંભર, અનિલભાઈ ઠુમ્‍મર,  કિશોરભાઈ સાવલીયા, ભાણજીભાઈ ડોબરીયા, રસીકભાઈ કપુરીયા,  હસમુખભાઈ ચોવટીયા,  રમેશભાઈ ટીલાળા, અરવિંદભાઈ દોમડીયા,  ભોવાનભાઈ રંગાણી, શ્રી ધીરૂભાઈ સુવાગીયા, રસિકભાઈ કપુરીયા,  મહેશભાઈ સાવલીયા, કમલનયન સોજીત્રા, શ્રી જગદીશભાઈ ડોબરીયા, રમણીકભાઈ કોટડીયા, હરેશભાઈ સાવલીયા, મુકેશભાઈ પટેલ, ભાવિનભાઈ મોણપરા, ભરતભાઈ ગાજીપરા, મયુરભાઈ કોટડીયા,  પિયુષભાઈ ડોબરીયા, ડો.નિશાંત માધાણી, ડો.મનન પાનેલીયા અને ડો.જય માધાણી સેવા આપી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

(2:37 PM IST)