તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 19th October 2024
પોરબંદરમાં હથિયાર અને રોકડ સાથે ઝડપાયેલ ભીમા દુલા ઓડેદરાના જામીન મંજૂર
પોરબંદર પોલીસ દ્વારા હથિયાર ધારા અને કાવતરા ઘડવાના ગુનામાં ભીમાદુલા ઓડેદરા સહિત તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આજે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી

( પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯ : ગઈકાલે હથિયારો અને રોકડ સાથે ઝડપાયેલા ભીમા દુલા ઓડેદરા ના આજે જામીન મંજૂર કરવામાં આવ્યા છે આજે સવારે તેણે પોરબંદર કોર્ટમાં જામીન અરજી કરતા આજે બપોરે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
ગઈકાલે પોરબંદર પોલીસ દ્વારા હથિયાર ધારા અને કાવતરા ઘડવાના ગુનામાં ભીમાદુલા ઓડેદરા સહિત તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે તેમના રિમાન્ડ ના મંજૂર કર્યા હતા
અને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ આજે સવારે ભીમાદુલા ઓડેદરા દ્વારા પોરબંદરની જયુડિશિયલમેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી જે અરજી અંગે જજ શ્રી દવે સાહેબ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને ભીમાદુલા ઓડેદરા ને જામીન આપવામાં આવ્યા છે ભીમાદુલા ઓડેદરા તરફથી વકીલ ભરતભાઈ લાખાણી રોકાયેલા હતા.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
