News of Saturday, 19th October 2024
જામનગર : હૈદરાબાદની ફ્લાઈટમાં બૉમ્બની હોવાની જાણ થતા પોલીસ દ્રારા ચેકીંગ
રનવે પર નિકળેલ જામનગરથી હૈદરાબાદ જતી ફ્લાઇટને રોકી ચેકીંગ કરાયું

જામનગર : હૈદરાબાદની ફ્લાઈટમાં બૉમ્બની હોવાની જાણ થતા પોલીસ દ્રારા ચેકીંગ કરાયું હતું, ફ્લાઇટમા બોમ્બ હોવાની જાણ થતા ફ્લાઇટને રોકાઈ છે
રનવે પર નિકળેલ જામનગરથી હૈદરાબાદ જતી ફ્લાઇટને રોકી ચેકીંગ કરાયું હતું બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ સહિતની ટીમ દ્વારા પ્લેનને ખાલી કરી સમગ્ર ફ્લાઇટમાં સર્ચ કરાયું હતું
ફ્લાઇટમાં બેઠેલા 31 મુસાફરોને નીચે ઉતારી સર્ચ ઓપરેશન બાદ કશું મળ્યું નહિ
જામનગર પોલીસ વિભાગની એલસીબી એસઓજી બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ સહિતની પોલીસ ટુકડી એરપોર્ટ પર દોડી છે આ ફ્લાઇટમા આંધ્ર પ્રદેશના હાઉસિંગ મિનિસ્ટર કોલશું પાર્થસારથી ફેમેલી સાથે જામનગર થી હૈદરાબાદ જતા હતા જે ઇમેઇલ મળ્યો હતો તે કંઈ જગ્યાએથી કરવામાં આવ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
( તસવીરો : કિંજલ કારસરીયા)
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
