News of Saturday, 19th October 2024
કાલે દ્વારકા જગતમંદિરે તાહકોરજીને એક જ દિવસમાં પાંચ મનોરથો યોજાશે
દરેક ભોગમાં નિત્યક્રમની ચાર આરતી સિવાય મનોરથની ઉત્સવ આરતી પણ કરવામાં આવશે

દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલ તા.ર૦મી ઓકટોબરને રવિવારના રોજ ઠાકોરજીને સવારે મંગલા આરતીથી સાંજે સંધ્યા આરતી સુધીમાં એક જ દિવસમાં પાંચ મનોરથ દર્શનો યોજવામાં આવશે. પાંચ અલગ અલગ યજમાનો દ્વારા વારાદાર જયેશભાઈ પૂજારીના સૌજન્યથી યોજવામાં આવનાર પાંચ મનોરથોમાં સવારે ૬:૩૦ કલાકે મંગલા આરતી સમયે ઠાકોરજીને સુકામેવા પાનબીડા માખણ મીસરી ભોગ યોજાશે.
બાદમાં સવારે ૯ વાગ્યે ખીર - દહીંથરા સાથેનો કુનવારા ભોગ મનોરથ યોજાશે. સવારે શૃંગાર આરતી સમયે ૧૧ વાગ્યે અન્નકૂટ મનોરથ યોજવામાં આવશે. સાંજે પ વાગ્યે સુકામેવા ભોગ તેમજ સાંજે ૭:૩૦ વાગ્યે સંધ્યા આરતી સમયે સુકા મેવા મનોરથ યોજવામાં આવનાર છે.
આવતીકાલે પૂજારી જયેશભાઈના સહયોગથી ઠાકોરજીને વિશેષ વાઘા, અલંકારો, મોરમુકુટ શંખ ચક્ર ગદા પદમ સાથે અલૌકિક દર્શનની ઝાંખી કરવામાં આવશે
. આ ઉપરાંત દરેક ભોગમાં નિત્યક્રમની ચાર આરતી સિવાય મનોરથની ઉત્સવ આરતી પણ કરવામાં આવશે. દિપાવલી પર્વ પૂર્વે દિપાવલીના આગમનની ઝાંખી ભાવિકોને થશે. આવતીકાલે વીકેન્ડ અને રવિવાર હોય સપ્તાહના અન્ય દિવસોથી વધુ ભાવિકો રહેતી હોય ત્યારે વધુ ભાવિકો પ્રત્યક્ષ રીતે દિવ્ય મનોરથોનો લાભ લઈ શકશે. ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતો આ મનોરથ દર્શનને નિહાળી શકશે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
