તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 19th October 2024
વિસાવદર ભાજપના સન્માનિય નેતા સ્વર્ગસ્થ ધીરૂભાઈ કાનાબારના ધર્મપત્નિ કાંતાબેનનુ અવસાન
અંતિમવિધિ રવિવારે તથા ઉઠમણુ સોમવારે ભાવનગર ખાતે રાખેલ છે

વિસાવદર : ભાજપના સન્માનિય નેતા-ગુજરાત ડેરી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે આત્મીય સબંધો ધરાવતા-જુના જનસંઘી સ્વર્ગસ્થ ધીરૂભાઈ કાનાબારના ધર્મપત્નિ કાંતાબેન (ઉ.વ.૮૦)નુ તા.૧૯-૧૦-૨૦૨૪ શનિવારના રોજ ભાવનગર ખાતે અવસાન થયેલ છે.તેમની અંતિમવિધિ તા.૨૦-૧૦-૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ભાવનગર ખાતે રાખેલ છે. ઉઠમણુ પણ તા.૨૧-૧૦-૨૦૨૪ સોમવારના સાંજે ૪થી ૬ ભાવનગર ખાતે રાખેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ધીરૂભાઈ કાનાબારનુ અવસાન ૨૦ ઓક્ટોબર ૨૦૦૪ના રોજ થયેલુ અને તેમના ધર્મપત્નિ કાંતાબેનનુ અવસાન ૨૦ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ થયેલ છે. આમ કાંતાબેને જીવન દરમિયાન અને મૃત્યુમાં પણ એક જ તારીખે સ્વર્ગે સિધાવી સાથ નિભાવ્યો..ધીરૂભાઈના આદર્શ જાહેર જીવનમાં અર્ધાંગના સ્વરૂપે કાંતાબેનનુ જબરૂ યોગદાન હતુ.
ધીરૂભાઈ તથા કાંતાબેનના એકમાત્ર સંતાન સ્વરૂપ જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી-એડવોકેટ-ભારત સરકારના નોટરી હિનાબેન કાનાબારે પુત્રી હોવા છતા એક પુત્ર સમાન સાબિત થયા છે..પિતા સ્વર્ગસ્થ ધીરૂભાઈને હિનાબેનને અગ્નિદાહ આપેલ, એજ રીતે માતા-કાંતાબેનને પણ હિનાબેન જ અગ્નિદાહ આપનાર છે.
કાંતાબેન કાનાબાર (ઉ.વ.૮૦) તે સ્વર્ગસ્થ ધીરૂભાઈના ધર્મપત્નિ તથા હિનાબેનના માતૃશ્રી, શૈલેષકુમાર ધીરજલાલ હરિયાણી(ભાવનગર)ના સાસુ તથા શૈલેષકુમાર અને હિનાબેનના એકમાત્ર સંતાન કુ.જાનકીના નાનીમાંના અવસાનથી ઘેરા શોકની લાગણી વ્યાપી છે. સ્વર્ગસ્થને શ્રધ્ધાજંલી અર્પણ કરાઈ રહી છે. એડવોકેટ હિનાબેન કાનાબાર મો.૯૪૨૬૮૪૭૭૩૨.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
