News of Sunday, 20th October 2024
આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા
દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો

રાજકોટ : બપોર પછી સૌરાષ્ટ્રના વાતવારણમાં પલટો આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કાલે પણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નર્મદામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.
રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
22 અને 23 ઓક્ટોબરના રોજ નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
