<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

જૂનાગઢના કુખ્યાત રાજુ સોલંકીના પત્નિ હંસાબેન સોલંકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો

નશરા ડાડા નામનો સાગરીત અને હંસા રાજુ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરીને બન્નેની ધરપકડ

જૂનાગઢના કુખ્યાત રાજુ સોલંકીના પત્નિ હંસાબેન સોલંકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે. નશરા ડાડા નામનો સાગરીત અને હંસા રાજુ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરીને બન્નેની ધરપકડ કરવામાં આવી છે. હંસાબેન સોલંકી અને નશરા ડાડા ઉપર 5 થી વધુ વિવિધ ગુના નોંધાયેલા છે. 

 જૂનાગઢ જિલ્લામાં પ્રથમવાર કોઈ મહિલા પર ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે. હંસાબેનના પતિ રાજુ સોલંકી અને તેમનો પુત્ર સંજય સોલંકી પણ ગુજસીટોક ગુના હેઠળ જેલ હવાલે છે.

(8:39 PM IST)