<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ:લોધીકામાં 5 ઈંચ મોરબી, મેંદરડા અને માળીયા હાટીનામાં સાડા ત્રણ – ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

કુંકાવાવ વડીયામા 75 મીમી, કલાવડમાં 64 મીમી, રાણાવાવમા 63 મીમી, રાજકોટમાં 62 મીમી,કલ્યાણપુરમાં 55 મીમી,થાનગઢના 53 મીમી, જૂનાગઢમાં 51 મીમી, વાંકાનેરમાં અને બોટાદના ગઢડામાં 42 – 41 મીમી વરસાદ

અમદાવાદ : રવિવારે બપોર બાદ મેઘરાજાએ આકરો મિજાજ બતાવી ગાજ વીજ સાથે સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ લોધિકામાં પાંચ ઈંચ જેટલો તો મોરબી, મેંદરડા અને માળીયા હાટીનામાં સાડા ત્રણ – ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો

   સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ રવિવારે સવારે 6થી રાતના 8 વાગ્યા સુધીમાં 58 તાલુકાઓમાં એક મીમીથી લઈ 117મીમી વરસાદ વરસ્યો હતો. 

   રાત્રીના 8 સુધીમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 117 મીમી, જૂનાગઢના માળીયા હાટીનામાં 89 મીમી, મોરબીમાં 87 મીમી, જૂનાગઢના મેંદરડા 83 મીમી ,અમરેલીના કુંકાવાવ વડીયામા 75 મીમી, કલાવડમાં 64 મીમી, પોરબંદરના રાણાવાવમા 63 મીમી, રાજકોટમાં 62 મીમી, દ્વારકાના કલ્યાણપુરમાં 55 મીમી, સુરેન્દ્રનગરના થાનગઢના 53 મીમી, જૂનાગઢમાં 51મીમી, વાંકાનેરમાં અને બોટાદના ગઢડામાં 42 – 41 મીમી સહિત સૌરાષ્ટ્રમા અષાઢી માહોલ વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. .


 

(9:22 PM IST)