<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

મોરબી જિલ્લાના ડેમમાં નવા નીરની વધતી આવક

મચ્છુ-2, મચ્છુ-3, ડેમી-1 અને ડેમી-2 ડેમમાં પાણીની આવકમાં વધારો

મોરબી : મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા આજે જિલ્લાના 6 ડેમોમાં સાંજે નવા પાણીની આવક શરૂ થઈ હતી. તેમાં પણ 4 ડેમોમાં રાત્રીના સમયે પાણીની આવક વધી ગઈ છે.

મચ્છુ 1 ડેમમાં 100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.હાલ ડેમ 0.05 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જે સ્થિતિ યથાવત છે. મચ્છુ-2 ડેમમાં સાંજે 108 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 2 ઇંચ ખોલવામાં આવ્યો હતો. પણ હવે પાણીની આવક વધીને 1295 ક્યુસેક થતા 1 ગેટ 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે. મચ્છુ 3 ડેમમાં સાંજે 235 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 3 ઇંચ ખોલવામાં આવ્યો હતો. પણ હવે પાણીની આવક વધીને 939 ક્યુસેકે પહોંચતા 1 દરવાજો 1 ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે. ડેમી 1 ડેમમાં સાંજે 45 ક્યુસેક પાણીની આવક નોંધાય હતી. જે વધીને 107 ક્યુસેક થઈ ગઈ છે.

(9:27 PM IST)