<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

સૌરાષ્ટ્રમાં ઘોધમાર વરસાદ ખાબકતા ખેતરોમાં પાણીનો ભારે પ્રવાહ ફરી વળ્યો :મગફળીનો પાક પાણીમાં તણાયો

અમુક ખેડૂતોએ ઉપાડેલી મગફળી પલળી ગઇ:છેલ્લા 3 મહિનાથી મહેનત કરી રહેલા ખેડૂતોને મહેનત પાણીમાં ગઇ

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસો તે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે પણ બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો કરી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી બપોર સુધી રાજ્યભરમાં વરસાદી મોહાલ જોવા મળ્યો ન હતો પરંતુ બપોર બાદ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારમાં બપોરે 12 વાગ્યા પછી વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લામાં ધોધમાર પરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રમાં આજે ઘણા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. બપોરે 12 વાગ્યા પછી સૌરાષ્ટ્રમાં આવેલા ઘોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી વહેતા થયા હતા. પાણી ભરાઈ જતાં ખેતરમાં રેલી મગફળીનો પાક પાણીમાં તતો જોવા મળ્યો હતો. અમુક ખેડૂતોએ ઉપાડેલી મગફળી પલળી ગઇ હતી. છેલ્લા 3 મહિનાથી મહેનત કરી રહેલા ખેડૂતોને મહેનત પાણીમાં ગઇ છે.

(9:41 PM IST)