<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ભાવનગરમાંથી દારૂ તથા બિયરના જથ્‍થા સહિત રૂા. ૧૦,૯૯,૩૨૦ના મુદ્દામાલ સાથે ધરપકડ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૧: ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્‍ટાફ ભાવનગર શહેર/ગ્રામ્‍ય  વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન બાતમી મળેલ કે વરતેજથી કમળેજ તરફ જતા રોડ ઉ૫ર રેલ્‍વે ફાટક ક્રોસ કર્યા બાદ ડાબી બાજુ પડતા કાચા રસ્‍તે થોડા અંદર ચાલતા રમેશભાઇ જાજડીયાની વાડીમાં આવેલ મકાનની ઓરડીમાં  કમળેજના રહેવાસી શૈલેષભાઇ ગોરધનભાઇ દેલવાડીયાએ ગેરકાયદેસર રીતે ઇંગ્‍લીશ દારૂ/બીયરનો જથ્‍થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ છે.જે બાતમી આધારે રેઇડ કરતાં  ઇંગ્‍લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ તથા રાજસ્‍થાન ઓન્‍લી લખેલ કંપની સીલપેક નાની-મોટી બોટલો તથા બિયર ટીન ભરેલ પેટીઓ સાથે  શૈલેષભાઇ ગોરધનભાઇ દેલવાડીયા ઉ.વ.૩૪ ધંધો-મજુરી રહે. પ્‍લોટ વિસ્‍તાર, કમળેજ તા.જી.ભાવનગર ઝડપાયો હતો .જ્‍યારે રાહુલભાઇ ઉર્ફે ચીની જયેશભાઇ રહે.વણકરવાસ,ભાવનગર ,શરદભાઇ પાંચભાઇ ખાખડીયા રહે.કમળેજ તથા આર.કે. રહે.સાંચોર, રાજસ્‍થાન ને ઝડપી લેવા તજવીજ ધરી છે.

 પોલીસે વિદેશી દારૂની  બોટલ નંગ-૪૩૮૦ તથા બિયર ટીન-૯૩૬ ,એન્‍ડેવર ફોર વ્‍હીલ કાર રજી નંબર-GJ-12-AE-8751,મોબાઇલ ફોન મળી  કુલ રૂ.૧૦,૯૯,૩૨૦નો મુદ્દામાલ કબજે કરેલ છે.

દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્‍સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્‍સ. પી.બી.જેબલીયા,  પી.ડી.ઝાલા તથા સ્‍ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્‍ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા,  શૈલેષભાઇ ચાવડા જોડાયા હતા.

(10:00 AM IST)