<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

લીંબડીના ટોકરાળાના સામાજીક આગેવાન ખુશાલભાઇ જાદવની ગાડીનો કાચ તોડીને ૫ લાખની લૂંટ

બેંકમાંથી રોકડ ઉપાડીને બીજી બેન્‍કમાં ગયા એટલીવારમાં લૂંટારૂએ લૂંટ કરીને નાશી છૂટયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૧: લીંબડીના ટોકરાળા ગામના શખ્‍શ ખુશાલભાઈ જાદવે બેંકમાંથી ઉપાડેલ રોકડ રૂ. ૫.૧૦ લાખ ભરેલા થેલાની ઉઠાંતરી કરી નાશી છુટતા ચકચાર મચી જવા પામી હતી.

આ ચકચારી ઘટનામાં અજાણ્‍યા બેથી ત્રણ શખ્‍શો કારના કાચ તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી નાશી છુટતા ચકચાર મચી જવા પામી હતી. ત્‍યારે ભોગ બનનારા ટોકરાળા ગામના શખ્‍શ ખુશાલભાઈ જાદવે લીંબડી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી વિવિધ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે ભોગ બનનારા ટોકરાળા ગામના શખ્‍શ ખુશાલભાઈ જાદવે જણાવ્‍યું કે, આજે ટોકરાળાથી બેન્‍ક ઓફ બરોડામાં છ ચેક નાખી અને મેં કુલ રૂ. ૪,૯૦,૦૦૦ ઉપાડ્‍યા હતા. અને એ પૈસા મેં થેલામાં મુકયા હતા. અને એ થેલામાં બીજા રૂ. ૨૦,૦૦૦ પડ્‍યા હતા. એ રકમ મેં અને મારા ભત્રીજા નિલેશ ત્‍યાંથી ગાડી લઈને એસબીઆઈ બેન્‍કમાંથી બીજા રૂ. ૭૦,૦૦૦ ઉપાડવાના હતા. એટલે અમે એસબીઆઈ બેંકમાં આવ્‍યા અને ગાડી પોસ્‍ટ ઓફિસ પાસે મૂકીને એસબીઆઈ બેંકમાં પૈસા ઉપાડવા ગયા એટલી વારમાં ગાડીનો કાચ તોડી અને કોઈ અજાણ્‍યા તસ્‍કરો સંપૂર્ણ રકમ સાથેનો થેલો લઈને ભાગી ગયા હતા.

(10:40 AM IST)