<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ટ્રક ચાલકે યુવાનને હડફેટે લેતા મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૧: સુરેન્‍દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માલવણ હાઇવે પર જ્‍યોતિ હોટલ નજીક કમ્‍પાઉન્‍ડમાં અજાણ્‍યા ટ્રક ચાલકેતુષારભાઈ ગણપતભાઈ પરમાર ને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્‍થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્‍યું હતું.

જેમાં પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો મેળવી ધાંગધ્રા સરકારી હોસ્‍પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જેમાં વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

(10:46 AM IST)