<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

સાળંગપુર શ્રી કષ્‍ટભંનજનદેવ હનુમાનજી મહારાજને રંગબેરંગી ફુલોના દિવ્‍ય શણગાર એવં દાદાના પાટોત્‍સવ નિમિતે હનુમાન ચરિત્ર કથા એવં જલયાત્રા

 

રાજકોટ,તા. ૨૧: શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાષાી સ્‍વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્‍વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૬ મો  વાર્ષિક પાટોત્‍સવ નિમિતે  તા.૧૯-૨૦-૧૦-૨૦૨૪ના  રોજ શ્રીકષ્ટભંજનદેવને રંગબેરંગી  ફુલોનો દિવ્‍ય  શણગાર  કરવામાં આવ્‍યો હતો.સાંજે  ૬:૩૦ કલાકે સંધ્‍યા વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી દ્વારા  કરવામાં આવી હતી.ત્‍યારબાદ જલયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૬ મો વાર્ષિક પાટોત્‍સવ આવી રહ્યો છે ત્‍યારે પરમકળપાળુ પરમાત્‍મા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની અસીમ કળપાથી, વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં શુભ આશીર્વાદથી અને પ.પૂ.ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્‍વામીનાં આશીર્વાદથી એવં પ.પૂ. સ.ગુ. પુરાણી શ્રી વિષ્‍ણુપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા) એવમ્‌ ૫.પૂ.સ.ગુ.કો.શા.શ્રી સંતવલ્લભદાસજી સ્‍વામી-મુ.કો.શ્રી- વડતાલની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવનો ૧૭૬મો વાર્ષિક પાટોત્‍સવ આજે સોમવારના ઉજવાઈ રહ્યો છે. પરમ પૂજ્‍ય શાષાી સ્‍વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા)ના વક્‍તા પદે ત્રિદિનાત્‍મક ‘શ્રી હનુમંત ચરિત્ર કથા'નું આયોજન તા. ૧૯-૧૦-૨૦૨૪ શનિવાર થી. ૨૧-૧૦-૨૦૨૪, સોમવાર દરમિયાન રાખવામાં આવેલ છે.

 આ પ્રસંગે પરમ પૂજ્‍ય મહારાજશ્રી એવમ્‌ સદગુરુ સંતોના વરદ્‌ હસ્‍તે અભિષેક પાટોત્‍સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થશે તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્‍ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ એવં બ્રહ્મ નિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા આપ સૌ પ્રેમીભક્‍તોને પરિવાર સહિત પધારવા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી- અથાણાવાળા દ્વારા  હાર્દિક આમંત્રણ છે.

(10:47 AM IST)