News of Monday, 21st October 2024
વીરનગર પાસે સીએનજી બાટલા ભરેલી ગાડી લીકેજ થતા હાઇવે બંધ કરવો પડયો હતો

આટકોટઃ રાજકોટ ભાવનગર હાઈવે રામમિલ પાસે સવારે બાટલાની ગાડી લીકેજ રોડ પર ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા ત્યારે વાહનચાલકોમાં પણ ભય ફેલાયો હતો કે કોઈ મોટી જાનહાની થઈ ન હતી જેથી રાહત મળી હતી ઘટના સ્થળે જસદણની ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આ ઘટનાને ટાળી હતી ત્યારે આટકોટ પોલીસ સ્ટેશન સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને એક સાઇડનું હાઇવે બંધ કર્યો હતો હાઇવે પર વાહનો લાઈનો લાગી હતી બે વર્ષ પહેલાં પણ આવી બળધોઈ પાસે ગાડી લીંક થય હતી અને ફાયરબ્રિગેડની ટીમે ઘટનાને ટાળી હતી. ડ્રાઇવરને જાણ થતા ટ્રક રોડ પર ઉભી રાખી દીધી CNG બાટલા ભરેલ ટ્રક લીકેજ થતા ફાયર બ્રિગેડ ની ગાડી ઘટના સ્થળે પહોંચી આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી એક સાઈડનો રોડ બંધ કરાયો હતો. સદનસીબે કોઈ જાનહાની નહી. જોકે કોઈ મોટી દુર્ઘટના ન બનતા તંત્રએ હાશકારો થયો હતો. (તસ્વીરઃ કરશન બામટા આટકોટ)
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
