<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ખંભાળીયામા સફાઈ કામદારોના આંદોલનના મંડાણ ગટરો છલકાતા મુખ્ય માર્ગો પર વગર વરસાદે ગંદા પાણીની રેલમછેલ

સતત ટ્રાફિકથી ધમધમતા નગરનાકા ચોકમાં ગટરના ગંદા પાણી ભરાયા : ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહન ચાલકો મજબુર બન્યા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામા સફાઈ કામદારોએ આંદોલન શરૂ કરતાં ખંભાળીયા પાલિકાની બેદરકારી સામે આવી છે.નગરનાકા ચોકમાં પાલિકાની ગટરો ઉભરાઇ છે.પાલિકાની ગટરો છલકાતા શહેરના મુખ્ય માર્ગો પર વગર વરસાદે ગંદા પાણીની રેલમછેલ થઈ છે.

સતત ટ્રાફિકથી ધમધમતા નગરનાકા ચોકમાં ગટરના ગંદા પાણી ભરાયા છે. ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહન ચાલકો મજબુર બન્યા છે.

એક બાજુ રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર ગંદા પાણી ફરી વળતા વધુ રોગચાળો વકરવાનો લોકોમાં ડર છે. પાલિકા તંત્ર સફાઈ કામદારોના પ્રશ્નો અંગે યોગ્ય કરે તેવી માંગ થઈ રહી છે

(11:45 AM IST)