News of Monday, 21st October 2024
મોટી પાનેલીમાં વરસાદથી મગફળીનાં પાથરાનો કચ્ચરઘાણઃ સરકાર પાસે સહાયની આશા
કડાકા-ભડાકા સાથે સવા ૩ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા., ર૧: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં મેઘરાજાએ સતત ખેડૂતોને રડાવતા આજે વધુ એકવાર તોફાની રૌદ્રરૂપ બતાવતા મેઘતાંડવ સર્જાયો હતો ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથે બપોરે ત્રણ કલાકે ઘોર અંધારું છવાયું હતું.
મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જળબંબાકાર સ્વરૂપે દોઢ જ કલાકમાં સવા ત્રણ ઇંંચ વરસાદ ખાબકી ગયો હતો નદીઓમાં ઘોડાપુર આવતા લોકો જોવા નીકળી પડ્યા હતા. રોડ રસ્તા ઉપર ચો તરફ પાણી પાણી ભરાયું હતું. ખેતરોમાં ગોઠણડૂબ પાણી ભરાતા ખેડૂતોના ઉભા મોલ કપાસ, તુવેર, એરંડા, મગફળી જેવા પાકોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. જયારે પાથરે પડેલ મગફળીની શું દશા થશે એતો જગતનો તાત જ જાણે. કુદરતના આ રૌદ્ર રૂપ સામે જગતનો તાત વીલા મોઢે બેસી, મોઢે આવેલો કોળિયો ઝુંટવાતા ભીની આંખે જોઈ રહ્યો છે સરકાર સમક્ષ આશાની ઉમ્મીદ રાખી પંથકને સહાય પહોંચાડે તેવી માંગ ઉઠી છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
