News of Monday, 21st October 2024
લોધીકા પંથકમાં પાંચથી આઠ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણીઃ ખેતીવાડીને ભારે નુકશાન
ખેડુતોની ચાર મહિનાની મહેનત પાણીમા તણાઇ ગઇઃ નુકશાનની સહાય ચુકવવા સરકાર સમક્ષ માંગણી

(સલીમ વલોરા દ્વારા) લોધિકા તા.૨૧: ચોમાસા એ ભલે સત્તાવાર વિદાય લઈ લીધી હોય પણ લોધીકા પંથકમાં છેલ્લા દસ દિવસથી જાણે ચોમાસું જામ્યું હોય તેમ સતત વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ ગઈકાલે રવિવારે બપોર બાદ ઘનઘોર વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર ૫ થી ૮ ઇંચ વરસાદ પડેલ હતો પરિણામે ફોફડ નદીમાં ઘોડાપૂર આવેલા હતા જેથી લોધિકા ચાંદલી માર્ગ વચ્ચેથી પસાર થતી ફોફડ નદીમાં ઘોડાપૂર આવતા કલાકો સુધી આ માર્ગ બંધ થઈ ગયેલ હતો.કિસાનોના જણાવ્યા મુજબ સતત વરસી રહેલ વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ મગફળી તલી મરચી સહિતના પાકો પાણીમાં ધોવાઈ ગયેલ છે.ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ છે.
તૈયાર માંડવીના ઢગલા તેમજ માંડવીના પાથરા પાણીમાં તણાઈ ગયેલ છે ખેડૂતોની ચાર મહિનાની મહેનત પાણીમાં તણાઈ ગયેલ હોય ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગયેલ છે મોંઘા ભાવના દવા બિયારણ ખાતર ઉછીના કરીને લીધા હોય ત્યારે બધું પાણીના પ્રવાહમાં તણાઈ જતા લોધિકા સહિત કોઠા પીપળીયા ચાંદલી જેતાકુબા પીપરડી ડાંગરવાડા સહિતના કિસાનોમાંથી નુકસાનીની સહાય ચૂકવવા માંગણી થઈ રહી છે
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
