<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

પાટડીનાં વણોદ ગામ પાટો પલ્‍ટી ખાધેલી કારમાંથી ૩૦૭ બોટલ દારૂ ઝડપાયો

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧ ર૧:  દસાડા પીએસઆઇ વી.જે.માલવિયા સહિતનો પોલીસ સ્‍ટાફ દસાડા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમા પેટ્રોલિંગમાં હતો, ત્‍યારે પાટડી તાલુકાના વણોદ આલમપુર ગામ વચ્‍ચે જમણી બાજુ એક સફેદ કલરની કાર ખાઈમાં પલ્‍ટી ખાધેલી હાલતમાં પડેલી જોઈ હતી. અને એક અજાણ્‍યો શખશ ગાડીના લાઈટના અજવાળે આ પલ્‍ટી ખાધેલી ગાડીમાંથી કોઇક વસ્‍તુ કાઢતો હોવાનું જણાતા એ શખશ પોલીસની ગાડી જોઈને જોઈને નાસી છૂટવામાં સફળ થયો હતો.

બાદમાં દસાડા પોલીસ દ્વારા આ પલ્‍ટી ખાધેલી સફેદ કલરની ક્રેટા કારની સઘન તલાશી લેતા કારમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરની જુદી જુદી બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલો નંગ- ૩૦૭ કિંમત રૂ. ૩૮,૯૫૭ અને ક્રેટા કાર કિંમત રૂ. ૭,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૭,૩૮,૯૫૭નો મુદામાલ ઝબ્‍બે કરી ફરાર આરોપીને ઝબ્‍બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ વી.જે.માલવિયા, એચ. કે. સોલંકી, જગદીશસિંહ વાળા, ભરતભાઈ મેમકીયા, મનીષભાઈ અઘારા, નિલેશભાઈ રથવી તથા વિજયસિંહ નકુમ સહિતનો પોલીસ સ્‍ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ વી.જે.માલવિયા ચલાવી રહ્યા છે.

(2:21 PM IST)